SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી M➖➖ વૃત્ત વૈતાઢય-યમકાદિ પર્વતો અને કંચનગિરિ પર્વતો વિષે 37 વૃત્ત વૈતાઢ્ય ઃ હિમવંત, હિરણ્યવંત,હરિવર્ષ અને રમ્યક્ ક્ષેત્રની મધ્યમાં આ ૪ પર્વતો આવેલા છે. તેઓનાં નામ અનુક્રમે શબ્દાપાતી-માલ્યવંત-વિકટાપાતી અને ગંધાપાતી છે. આ પર્વતો મૂળમાં, વચ્ચે અને ઉપર ૧,૦૦૦-૧,૦૦૦ યોજનના વિસ્તારવાળા છે તથા ૧,૦૦૦ યોજન ઊંચા છે. આ પર્વતોનો આકાર ગોળ પ્યાલા જેવો છે. આ પર્વતો ઉપર જે પ્રાસાદો છે, તે ૩૧યોજન લાંબા-પહોળા અને ૬૨ યોજન ઊંચા છે. આ વૃત્ત વૈતાઢ્યો સર્વ રત્નમય કહેલા છે. શબ્દાપાતી વગેરેના અધિપતિ સાદિ, અરુણ, પદ્મ અને પ્રભાસ નામે દેવો છેઃ ઇત્યાદિ. મધ્યલોક ૪ યમકાદિ ૪ પર્વત ઃ પૂર્વ મહાવિદેહ ક્ષેત્ર અને પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની વચ્ચેના ભાગે નીલવંત પર્વતની પાસે ઉત્તરકુરુ ક્ષેત્ર આવેલું છે અને નિષધપર્વતની પાસે દેવકુરુ ક્ષેત્ર આવેલ છે. ઉત્તરકુરુ ક્ષેત્રમાં નીલવંત પર્વતની ૮૩૪′ યોજન દૂર સીતા મહાનદીના પૂર્વ અને પશ્ચિમ કિનારે, તે મહાનદીને સ્પર્શીને યમક નામના (મતાંતરે યમક અને સમક નામના) ૨ પર્વતો આવેલા છે. યમક પક્ષી જેવા આકારવાળા હોવાથી અથવા આ પર્વતોના અધિષ્ઠાયક દેવ યમકદેવ હોવાથી યમક નામ છે. વળી, આ પર્વતો પીળા સુવર્ણમય છે. જોડીયા ભાઈની જેમ એઓનું સ્વરૂપ એક સમાન છે. વળી, ૧,૦૦૦ યોજન ઊંચા, મૂળમાં વિસ્તાર ૧,૦૦૦યોજન અને ઊપરનો વિસ્તાર પ∞યોજન છે. આ પર્વતો ઊર્ધ્વ ગોપૃચ્છાકારે વૃત્ત (ગોળ) આકારે છે અને વેદિકા અને વનવડે વિંટળાયેલા છે. પર્વતોની ઊપર યમકદેવનો ૧-૧ પ્રાસાદ (મહેલ) છે. જે ૩૧ યોજન લાંબોપહોળો અને ૬૨ યોજન ઊંચો છે. આ જ રીતે દેવકુરુ ક્ષેત્રમાં સીતોદા મહાનદીના પશ્ચિમ કિનારે “ચિત્ર” નામનો અને પૂર્વ કિનારે “વિચિત્ર” નામનો પર્વત છે. એઓનું પણ સ્વરૂપ યમક પર્વતની જેમ જાણવું'. ૪ ૨૦૦ કંચનગિરિ પર્વતઃ ઉત્તરકુરુ ક્ષેત્ર અને દેવકુરુ ક્ષેત્રમાં અનુક્રમે નીલવંત પર્વત અને નિષધ પર્વતથી ક્રમશઃ સીતા અને સીતોદા મહાનદી નીકળે છે. નીલવંત કે નિષધ પર્વતથી ૮૩૪ યોજનના આંતરે યમક-સમક પર્વત છે. તે પછી ૮૩૪ ૐ યોજનના આંતરે આંતરે ૫-૫ દ્રો આવેલા છે. પાંચમાં દ્રહ પછી ૮૩૪ યોજને મેરુપર્વત આવે છે. આમ, નીલવંત તથા નિષધ પર્વતથી મેરુપર્વત સુધી વચ્ચે યમકાદિ પર્વત અને ૫-૫ દ્રહો આવતા હોવાથી કુલ આંતરા ૭-૭ થાય છે. તે દરેક આંતરાનું પ્રમાણ ૮૩૪ યોજનનું સમાન જ છે. આ દ્રહો પૂર્વ-પશ્ચિમ પ૦૦ યોજન પહોળા છે અને ઉત્તર-દક્ષિણ ૧,૦૦૦ યોજન લાંબા છે. ઊંડાઈ ૧૦યોજનની છે. આ દ્રહોને ઉત્તર અને દક્ષિણ દ્વાર છે તથા આ દ્રહ ૧-૧ વેદિકા વડે વિંટળાયેલા છે. સીતા અને સીતોદા મહાનદીના કારણે આ દ્રહોના પૂર્વ-પશ્ચિમ એમ ૨ ભાગ થઈ જાય છે. ઉત્તરકુરુ ક્ષેત્રથી ગણતા અનુક્રમે નીલવંત ઉત્તરકુરુ-ચન્દ્ર-ઐરવત અને માલ્યવંત દ્રહો આવા નામથી છે અને દેવકુરુ ક્ષેત્રમાં નિષધ-દેવકુરુ-સુર-સુલસ અને વિદ્યુત્પ્રભ દ્રહો આવા નામથી સુશોભિત છે. દ્રહના નામવાળા આ અધિપતિ (અધિષ્ઠાયક) દેવો છે. આ ૧૦દ્રહો તો લઘુદ્રહ જ કહેવાય છે. જેમ મહાવિદેહ ક્ષેત્રની અંતર નદીઓ ગંગા-સિંધુ કરતાં મોટી હોવા છતાં તે મુખ્ય ન હોવાથી મહાનદીમાં ગણાતી નથી તેમ આ લઘુ દ્રહો પણ પદ્મદ્રહ સરખા પ્રમાણમાં હોવા છતાં પણ મહાદ્રહમાં ગણાતા નથી. આ દરેક દ્રહોથી ૧૦-૧૦ યોજન દૂર પૂર્વ અને પશ્ચિમ કિનારે ૧૦-૧૦ કંચનગિરિ પર્વતો આવેલ છે. કુલ ૧૦ દ્રહો હોવાથી ૨૦૦ કંચનગિરિ પર્વતો થાય છે. આ કંચનગિરિ પર્વતો ૧૦૦ યોજન ઊંચા, ભૂમિ ઊપ૨૧૦૦યોજન વિસ્તારવાળા અને ઉપર ૫૦ યોજન વિસ્તારવાળા ઊર્ધ્વ ગોપૃચ્છાકારે ગોળાકાર છે. વળી, તેઓ ભૂમિ ઊપર એક-બીજાને સ્પર્શીને ૧૦૧૦ના જોડલા રૂપે રહેલા છે. વળી, આ પર્વતો પીળા સુવર્ણના (કંચનના) હોવાથી અથવા તેમના અધિપતિ દેવનું નામ કંચનદેવ હોવાથી અથવા તે પર્વતો ઉપર કંચન જેવી કાંતિવાળાં કમળો વગેરેથી શોભતાં જળાશયો હોવાથી તેનું નામ કંચનિગિર છે. આ પર્વતો જાણે દિક્કુમારીઓને રમવા માટેના સોગઠાં ન હોય તેવું લાગે છે. Jain Education International For Private & Personal Use Only ૮૭ www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy