SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ જનતાનાલા. - - - - - - - - - - મધ્યલોક - - - - - - - - ભરતક્ષેત્રમાં સમુદ્રો ક્યાંથી આવ્યા ? 34 # એક સમયે લવણસમુદ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતથી ખૂબ દૂર હતો, પણ ઈતિહાસમાં બનેલી એક ઘટનાને કારણે દરિયો ખૂબ જ નજીક આવી ગયો હોવાનું સમજાય છે. આ ઘટનાનું વર્ણન શ્રી શત્રુંજય મહાભ્ય નામના ગ્રંથના સાતમા સર્ગમાં કરવામાં આવ્યું છે.' શ્રી શત્રુંજય ગિરિરાજનો સાતમો ઉદ્ધાર શ્રી સગર ચક્રવર્તીએ કરાવ્યો હતો. સગર ચક્રવર્તીએ ગુરુ ભગવંતના ઉપદેશથી શ્રી શત્રુંજય મહાતીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો તે પછી તેને વિચાર આવ્યો કે “શ્રી શત્રુંજય ગિરિ ઉપર સુવર્ણ-મણિરત્નના આ પ્રાસાદો મારા પૂર્વજોએ કરાવ્યા છે. તે પ્રાસાદોનો લોભાંધ પુરુષો સુવર્ણ, રત્ન વગેરેના લોભથી નાશ ન કરે તે માટે મારે આ પ્રાસાદોનું રક્ષણ કરવું જોઈએ.” આમ વિચારી સગર ચક્રવર્તી શ્રી શત્રુંજયગિરિનું રક્ષણ કરવાના ઉપાયો વિચારવા લાગ્યા. મારા પુત્રોએ શ્રી અષ્ટાપદનું રક્ષણ કરવા ગંગાને વાળી તો હું શ્રી શત્રુંજયનું રક્ષણ કરવા માટે સમુદ્રને લાવું.” એ પ્રમાણે વિચાર કરી સગર ચક્રવર્તીએ પોતાની સેવામાં રહેલા યક્ષોને આજ્ઞા કરી કે સમુદ્રને શ્રી શત્રુંજયગિરિ સુધી લઈ આવો. યક્ષોના પ્રયત્નોથી લવણસમુદ્ર દક્ષિણ દિશાના દ્વારથી જંબુદ્વીપના દક્ષિણ ભરતક્ષેત્રમાં પ્રવેશ કર્યો અને તે સમુદ્ર ટંકણ, બર્બર, ચીન, ભોટ, સિંહલ વગેરે સંખ્યાબંધ દેશોને તારાજ કરતો ભારે વેગથી શ્રી શત્રુંજયગિરિની નજીક આવી પહોંચ્યો. ઈન્દ્ર મહારાજાએ આ વાત અવધિજ્ઞાનના ઉપયોગથી જાણી એટલે તેમણે સગર ચક્રવર્તી સમક્ષ આવીને પ્રાર્થના કરી કે, “આ શત્રુંજય તીર્થ વિના સર્વ જગત નિષ્ફળ છે. જો કે, અષ્ટાપદ તીર્થયાત્રાનો અટકાવ થયો છે, તો પણ આ શત્રુંજય તીર્થ ભવ્યાત્માઓનો તારક છે. જો શ્રી શત્રુંજય તીર્થની યાત્રા પણ બંધ થઈ જશે તો આ પૃથ્વી પર બીજી તારનારી વસ્તુ રહેશે નહીં.”ઈન્દ્રની આ મુજબની વિનંતી સાંભળી સગર ચક્રવર્તીએ યક્ષોને સમુદ્રને જ્યાં હોય ત્યાં અટકાવી દેવાની આજ્ઞા કરી. સમુદ્ર ત્યાં જ અટકી ગયો પણ પાછો પોતાના મૂળ સ્થાને ગયો નહીં. આજે પણ શત્રુંજયની નજીક આવેલા તાલધ્વજ ગિરિ (તળાજા) સુધી દરિયો જોવા મળે છે. જ આજથી લાખો વર્ષ અગાઉ દરિયાનું પાણી દક્ષિણ ભારતવર્ષના કેટલાક વિસ્તારો ઉપર ફરી વળ્યું હોય તે સંભવિત છે. આ ભરતીમાં જેટલા પ્રદેશો બચી ગયા. તેઓ વર્તમાનમાં જે સામે ચિત્રમાં દેખાતા ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, આંદામાન, નિકોબાર, લક્ષદ્વીપ, માલદીવ, જાપાન, ઈન્ડોનેશિયા, ફિલિપિન્સ, થાઈલેન્ડ વગેરે ટાપુઓના સ્વરૂપમાં રહી ગયા હોય તે પણ સંભવિત છે. સગર ચક્રવર્તીના આ કૃત્ય પછી ભરતક્ષેત્રનો નકશો કાયમ માટે બદલાઈ ગયો એટલું તો નક્કી છે. વર્તમાન વિશ્વના જેટલા સમુદ્રો લવણસમુદ્ર સાથે જોડાયેલા છે, તેમાં જ ભરતી-ઓટ આવે છે. રશિયામાં રહેલો કાસ્પિયન સમુદ્ર લવણસમુદ્ર સાથે જોડાયેલો ન હોવાથી તેમાં ક્યારેય ભરતી-ઓટ આવતી નથી. જો ચંદ્રના ગુરુત્વાકર્ષણને કારણે જ ભરતી-ઓટ આવતી હોય તો કાસ્પિયન સમુદ્રમાં પણ ભરતી-ઓટ આવવી જોઈએ. ૮૧) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy