SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક જંબુદ્વીપનું ભરતક્ષેત્ર 32 જિ વર્તમાન અવસર્પિણીના પ્રથમ તીર્થકર ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તી આ કાળના પ્રથમ ચક્રવર્તી થયા. એમના નામ પરથી અથવા આ ભરતક્ષેત્રનો સ્વામી એક પલ્યોપમ આયુષ્યવાળો ભરત નામનો દેવ છે, તેના નામ પરથી આ ક્ષેત્રનું નામ ‘ભરતક્ષેત્ર' પડ્યું છે*. r૪ જંબૂદ્વીપના દક્ષિણ છેડે લવણસમુદ્રને સ્પર્શીને અર્ધચન્દ્રાકારે આ ક્ષેત્ર રહેલું છે, જેની ઉત્તરમાં લઘુહિમવંતપર્વત અને દક્ષિણમાં લવણસમુદ્ર છે. તેની ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૫૨૬ યોજન ૬ કલા પ્રમાણ છે. પ્રત્યંચા ચડાવેલા ધનુષ્યના આકારના આ ક્ષેત્રના ઘનુપૃષ્ઠ ભાગ ૯,૭૬૬ યોજન ૧ કલા તથા તેની પૂર્વ-પશ્ચિમ જીવાની લંબાઈ ૯,૭૪૮ યોજન-૧૨ કલા છે. IST ભરતક્ષેત્રના મધ્યભાગમાં ઉત્તર-દક્ષિણ ૫૦ યોજન પહોળો તેમજ પૂર્વ-પશ્ચિમ લવણસમુદ્રને સ્પર્શતો ૨૫ યોજન ઊંચો વૈતાઢ્ય પર્વત આવેલો છે. જેના લીધે આ ભરતક્ષેત્રના ઉત્તર-દક્ષિણ એમ બે વિભાગ પડે છે. ઉત્તરાર્ધ ભરતક્ષેત્રને અડીને લઘુહિમવંત પર્વત આવેલો છે, તેની પહોળાઈ ૧,૦૫ર યોજન-૧૨ કળા જેટલી છે અને પૂર્વ-પશ્ચિમ લંબાઈ સમુદ્ર સુધી છે. આ પર્વતના મધ્યભાગમાં ૧,૦00 યોજન લાંબો ૫00 યોજન પહોળો પદ્મ નામનો મહાદ્રહ આવેલો છે. જેમાંથી પૂર્વ દિશા તરફ ગંગા નદી અને પશ્ચિમ દિશા તરફ સિંધુ મહાનદી નીકળે છે. બંને નદીઓ ૫00 યોજન સુધી પર્વત ઉપર જ વહે છે. પછી દક્ષિણ તરફ વળાંક લઈ ઉત્તર ભરતક્ષેત્રમાં રહેલ પોતપોતાના “પ્રપાત કુંડમાં પડી ઉત્તર ભારતમાં વહેતી વહેતી આગળ વધે છે અને વૈતાઢ્ય પર્વત સુધી આવતા બીજી ૭,OOO નદીઓ એમાં ભળે છે. આ બધી નદીઓના પ્રવાહ સાથે વૈતાદ્ય પર્વતને નીચેથી ભેદીને દક્ષિણ ભારતમાં આવે છે. ત્યાં પછી બીજી ૭,OOO નદીઓ એમાં ભળે છે. આમ, કુલ ૧૪,000નદીઓના પરિવાર સાથે ગંગા નદી પૂર્વ સમુદ્રને અને સિંધુ નદી પશ્ચિમ સમુદ્રને મળે છે. ૪ આ બંને મહાનદીઓના કારણે ઉત્તર ભારત અને દક્ષિણ ભરતના ૩-૩ વિભાગો પડે છે, જે “ષખંડ” પણ કહેવાય છે. ચક્રવર્તીને જીતવા યોગ્ય આ ષડ્રખંડો હોય છે. જ આ પખંડમાંથી ચોથા ખંડમાં લઘુહિમવંતપર્વતના મૂળમાં આવેલા “ઋષભકૂટ” પર્વત પર તે-તે કાળમાં થતા દરેક ચક્રવર્તી પોતપોતાનું નામ લખે છે. $ દક્ષિણાઈ ભરતના મધ્યભાગમાં અયોધ્યા (વિનિતા) નામની શાશ્વત પ્રાય: નગરી છે. જે પૂર્વ-પશ્ચિમ ૧૨ યોજન લાંબી તેમજ ઉત્તર-દક્ષિણ ૯ યોજન પહોળી ચક્રવતની રાજધાની છે. જિ ભરતક્ષેત્રમાં એક ઉત્સર્પિણી અથવા અવસર્પિણી કાળમાં ૩જા-૪થા આરામાં ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તી, ૯ બળદેવ, ૯ વાસુદેવ અને ૯ પ્રતિવાસુદેવ આમ ૬૩ શલાકા પુરુષો થાય છે. જિ ભરતક્ષેત્રના દક્ષિણ સમુદ્રમાં પ્રભાસ, વરદામ અને માગધ એમ ત્રણ તીર્થો રહેલાં છે. જ ભરતક્ષેત્રની લંબાઈ પૂર્વલવણસમુદ્રથી પશ્ચિમ લવણસમુદ્ર સુધી ૧૪,૪૭૧ યોજન ૬ કલા છે. જ ભરતક્ષેત્રના પખંડમાં કુલ ૩૨,000દેશો આવેલા છે. જેમાં ફક્ત સાડા પચ્ચીસ દેશો જ આર્યદેશો છે અને એ દેશોમાં જ ૬૩ શલાકા પુરુષો થાય છે. બાકીના બધા જ દેશો અનાર્ય દેશો છે. આ તમામ દેશો પર ચક્રવર્તીનું આધિપત્ય હોય છે. I ભરતક્ષેત્ર સંબંધિ પર્વત, નદીઓ વગેરેની વિસ્તૃત માહિતી આગળ વાંચો. * વસુદેવહિડી-પ્રથમખંડ વાયુમહાપુરાણા-૩૩/પર માર્કડેયપુરાણ- ૫૦/૪૧, વાયુપુરાણા-૪/૭ળ્યા •શિવપુરાણા-પર/૫૮, શ્રીમદ્ભાગવતપુરાણા-પ/૪, બ્રહ્માડ પુરાણા-પર્વ-૨/૧૪, •oiારદપુરાણા - ૪૮/૫, આડેયપુરાણ - ૧૦૭/૧૨, આદિ પુરાણા- પર્વ ૧૫/૧૫૮-૧૫૯, •લીંગપુરાણા-૪૩/૨૩, વિષ્ણાપુરાણા - અંશ-૨, ૧/૨૮-૨૯/૩૨, વરાહપુરાણા - ૭૪/૪૯, • સ્કંદપુરાણા - કૌમારખડ,૩૭/પ૭ કુર્મપુરાણા-૪૧/૩૮ ઈત્યાદિ ગ્રંથોથી પણ સ્પષ્ટ થાય છે કે પ્રસ્તુત દેશનું નામકરણ ઋષભદેવના પુત્ર ભરત ચક્રવર્તીના નામથી જ થયેલું છે. -1 ૭૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy