SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક 29 द्रहवीना भूण भण- वर्शन જ પદ્મદ્રહમાં રહેલુ મૂળ કમળ ૧ યોજન લાંબુ-પહોળું ; યોજન જાડું અને એટલું જ જલથી ઊંચું છે. એ કમલ ૧૦યોજન જલમાં (જલની અંદર) ડૂબેલું છે તેમજ એની આસપાસ ૧ જગતીકોટ છે. તે કોટ જંબૂદ્વીપના જગતી કોટની જેમ અનેક ઝરુખાઓથી યુકત હોવાથી અત્યંત રમણીય લાગે છે. આ જગતી કોટ ૧૦યોજન જલમાં ડૂબેલો અને ૮ યોજન જલની ઉપર હોવાથી કુલ ૧૮ યોજન ઊંચો છે. “જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ”ના મૂળમાં - “જબૂદ્વીપના કોટ જેવડો” એમ જે લખ્યું છે, તે જલની અંદર રહેલા ભાગ સિવાયના બહાર રહેલા ભાગનું માપ સમજવું - એવો એની વૃત્તિમાં ખુલાસો કરેલ છે. એ કમળનું મૂળ વજનું, એનો કંદ રિઝરત્નમય, એની નાલિકા વૈદુર્યરત્નની, એના બહારના પત્રો વૈર્યરત્નના અને અભ્યતર પત્રો સુવર્ણમય છે. આ સંબંધમાં “બૃહëત્ર વિચાર”ની ટીકામાં કહ્યું છે કે ફક્ત ૪ બાહ્ય પત્રો વૈદુર્યરત્નના છે અને શેષ પત્રો લાલસુવર્ણના છે. વળી, જંબદ્વીપ પ્રજ્ઞપ્તિ સુત્ર”માં અત્યંતર પત્રનો જંબુનદમય એટલે સહેજ રક્તવર્ણ સવર્ણના કહ્યા છે તેમજ “સિરિનિલય-ક્ષેત્ર વિચાર” ગ્રંથની વૃત્તિમાં તો પીતસુવર્ણમય કહ્યા છે. ૨ એ કમળના કેસરાની ડાળખીઓ રક્ત સુવર્ણની અને કર્ણિકા પીત સુવર્ણની કહી છે એ કર્ણિકા ર કોશ લાંબી-પહોળી અને ૧ કોશ ઊંચી કહેલી છે અને એની અંદર શ્રીદેવીનું ભવન આવેલું છે. એ ભવન ૧ કોશ લાંબું ? કોશ પહોળું અને લગભગ ૧ કોશ ઊંચું છે. એમાં દક્ષિણ-ઉત્તર અને પૂર્વ એમ ત્રણ દિશામાં ૫OOધનુષ્ય ઊંચું અને એથી અર્ધ (૨૫૦ ધનુ.) પહોળું - ૧ દ્વાર છે. એ ભવનના મધ્યભાગમાં ૧ મણિપીઠિકા છે. એ મણિપીઠિકા ૫૦૦ ધનુષ્યના વિસ્તારવાળી અને ૨૫૦ ધનુષ્યની જાડી છે તેમજ એની ઉપર શ્રીદેવીને યોગ્ય ઉત્તમ શય્યા છે. II દ્રહોમાં સ્થિત કમલોની સંખ્યા અને માપાદિ II ક્રમાં વલય સંખ્યા કમલની સંખ્યા વિસ્તાર જાડાઈ | પાણીથી ઊંચાઈ | મૂળ કમળ ૪ ગાઉ ૨ ગાઉ ૨ ગાઉ U | જ | ટ | | ૨ | પ્રથમ વલયર ૧૦૮ ર ગાઉ ૧ ગાઉ ૧ ગાઉ | ૩ દ્વિતીય વલય| ૩૪,૦૧૧ | ૧ ગાઉ | ગાઉ | તગાઉ ૪ | તૃતીય વલય ૧૬,૦૦૦ ૧,૦૦૦ ધનુષ્ય | ૫૦૦ ધનુષ્ય ૫૦૦ ધનુષ્ય ૫ | ચતુર્થ વલય ૩૨,૦૦,૦૦૦ ૫૦૦ ધનુષ્ય | ૨૫૦ ધનુષ્ય | ૨૫૦ ધનુષ્ય ૬ | પંચમ વલય ૪૦,૦૦,૦૦૦ ૨૫૦ ધનુષ્ય | ૧૨૫ ધનુષ્ય ૧૨૫ ધનુષ્ય ષષ્ઠમ વલય ૪૮,૦૦,૦૦૦ ૧૨૫ ધનુષ્ય | દુર ધનુષ્ય | ૬૨૧ ધનુષ્ય | ૮ | કુલ કમલ | ૧,૨૦,૫૦,૧૨૦ | # વળી, પદ્મદ્રહમાં ઉપર કહેલાં લાખો રત્નકમળો છે. એટલું જ નહીં, પરંતુ એ ઉપરાંત વનસ્પતિકમળો પણ હજારો ગણાં છે. તફાવત એ જ છે કે રત્નકમળો પૃથ્વીકાય જીવમય સચિત્ત પૃથ્વીપરિણામવાળા છે. ત્યારે વનસ્પતિકમળો વનસ્પતિકાય જીવમય સચિત્ત વનસ્પતિ સ્વરૂપ છે. રત્નકમળો સર્વે શાશ્વત છે. જયારે વનસ્પતિકમળો અશાશ્વત હોવાથી ચૂંટવાં હોય તો ચૂંટી લેવાય છે. શ્રી વજસ્વામીને શ્રીદેવીએ જે (લાખ પાંખડીવાળું) મહાકમળ આપ્યું હતું, તે આ પદ્મદ્રહમાંથી જ ચૂંટીને આપ્યું હતું અને બીજાં હજારો કમળો હુતાશન નામના વનમાંથી આપ્યાં હતાં. ઈત્યાદિ વિશેષ વિચાર સિદ્ધાંતોથી જાણવા યોગ્ય છે. -- ૩૧ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy