________________
જૈન કોસ્મોલોજી
સર્વજ્ઞ કથિત વિશ્વ વ્યવસ્થા
। त्वदीयं तुभ्यं समर्पयामि
જેમની અનંત કરુણા - કૃપા - આશીર્વાદ - વરદાન અને વાત્સલ્યની ધારા વિશ્વના તમામ જીવો પર વરસી રહી છે. એવા વિશ્વમંગલના મૂલાધાર, પ્રાણ-પ્રાણેશ્વર, રાજરાજેશ્વર, મારા હૃદયના ખાસ હૃદયેશ્વર, સર્વેશ્વર એવા... કલિકાલ કલ્પતરુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના કરકમળોમાં ...
અનંત લબ્ધિના ભંડાર, વિનયધર્મના અજોડ સાધક, સૂરિમંત્ર પંચ પ્રસ્થાન પિઠિકામાં મુખ્ય સ્થાન ધરાવનારા, સમર્પણના અદ્વિતીય ધણી, પરમ શ્રદ્ધેય એવા ..... શ્રી ગૌતમસ્વામીજી મહારાજાના કરકમળોમાં -
સમવસરણમાં પરમ પિતા પરમાત્માના મુખકમળમાં જે બિરાજમાન છે. અને જિનવાણીના સ્વરૂપમાં પ્રકાશિત બની રહ્યાં છે, તેમજ સર્વ અક્ષર, સર્વ વર્ણ અને સર્વ
સ્વરમાળાની જે માતા છે વળી જે આ ગ્રંથના પ્રત્યેક અક્ષરને સમ્યજ્ઞાનમાં પરિણમન કરી રહી છે એવી વામહસ્તક-પુસ્તકધારિણી, હંસવાહિની, જ્ઞાનેશ્વરી મા સરસ્વતીજીના... કરકમળોમાં ..
જન્મશતાબ્દિ વર્ષમાં જેમની અપાર કપાથી અને દિવ્ય સાંનિધ્યથી આ ગ્રંથ રચવાના સુંદર એવા મનોરથો ઉત્પન્ન થયા અને જેમના અવિરત એવા દિવ્ય આશીર્વાદથી આ ગ્રંથરત્નનું નિર્માણ થયું. એવા બ્રહ્મચર્યસમ્રાટ, ત્રિશતાધિક શ્રમણોના સર્જક, સિદ્ધાંત મહોદધિ, ૫. પૂ. આ. ભ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજીવન અંતેવાસી, પરમ વિનીત શિષ્ય, અધ્યાત્મ યુવાશિબિરના આદ્યપ્રણેતા, સંઘહિતચિંતક, વર્ધમાનતપોનિધિ, ન્યાયવિશારદ, સ્વહસ્તે ૪૦૦ થી વધુ દીક્ષાના દાતા પ. પૂ. આ. ભ. શ્રી વિ. ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના કરકમળોમાં ....
મેવાડ અને માલવામાં ૩૫-૩૫ વર્ષો સુધી વિચરણ કરી .... આગમોથી સંબંધિત અકાઢ્ય તર્ક યુક્ત તેમજ ઐતિહાસિક તથ્ય અને પ્રસંગોની સાથે પ્રવચનની ધારા વહાવી માર્ગ ભૂલેલી મેવાડી પ્રજાને જૈનશાસન રૂપી મોક્ષમાર્ગમાં સ્થિર કરનાર .... મેવાડદેશોદ્ધારક - રાષ્ટ્રસંત.... પ. પૂ. આ. શ્રી વિ. જિતેન્દ્રસૂરીશ્વરજી મહારાજાના...
કરકમળોમાં..... (It S એ આ ગ્રંથનો પ્રત્યેક વિભાગ, પ્રત્યેક વિષય, પ્રત્યેક અક્ષર ...
સાદર સમર્પણમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org