SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન કોસ્મોલોજી મધ્યલોક गतीनी वेष्ठिा सने वनजंडो 26 * આ જંબૂદ્વીપને ફરતો વજમણિમય કોટ આવેલો છે, જે આગમમાં “જગત” ના નામથી પ્રસિદ્ધ છે. એનો આકાર ઊંધા કરેલા ગાયના પૃચ્છના જેવો છે. એની ઊંચાઈ ૮ યોજન અને મૂળ વિસ્તાર ૧૨ યોજનનો છે. એના (જગતના) ૪ યોજનાના વિસ્તારવાળા ટોચના મધ્યભાગમાં ૧ સર્વરત્નમય વેદિકા વ્રજના સ્તંભ તથા સોના રૂપાના પાટિયાથી શોભી રહી છે, એના ઉપરનો ભાગ રિઝરત્નમય અને નીચેનો ભાગ વજરત્નમય છે, એ વેદિકા પુરુષ-કિન્નર-ગંધર્વ-વૃષભ-ઘોડા અને હસ્તિ વગેરે વિવિધ ચિત્રોથી શોભી રહી છે, એમાં વાસંતી-ચંપક-અશોક-કુંદને અતિમુક્તાદિ અનેક રત્નમય વેલડીયો શોભી રહી છે, એ લતાઓ ઉપર ગુચ્છાઓ પુષ્પો અને પલ્લવો પણ છે ને ત્યાં ક્રીડા કરતાદેવ-દેવીઓ પ્રત્યેનાં વિનયથી જાણે નીચે ઝૂકીને રહેલી છે એવું જણાય છે. એ વેદિકાનો ઘેરાવો જગતી જેટલો છે, પહોળાઈ ૫૦૦ ધનુષ્ય અને ઊંચાઈ ૨ કોશ (ગાઉ) છે. એ વેદિક સર્વરત્નમય પહ્મકમળોથી સ્થળે સ્થળે શોભી રહી છે અને એ પ્રમાણે પશ્નો વિશેષ હોવાથી એ પદ્મવરવેદિકા કહેવાય છે. જેમ બે કિનારાઓથી નદી શોભે છે તેમ બંને તરફ બગીચાઓથી પદ્મવરવેદિકા શોભી રહી છે. પ્રત્યેક બગીચો ઘેરાવામાં જગતી જેવડો છે અને એનો વિસ્તાર ર યોજનમાં ર૫૦ ધનુષ્ય ઓછો છે. એ પ્રમાણે વેદિકાનો વિસ્તાર અને બેઉ બગીચાનો વિસ્તાર એકત્ર કરતા ૪ યોજન થાય છે. િવિશેષ એટલું જ કે વેદિકા ઊંચી હોવાના કારણે વાયુ રોકાઈ જઈ ત્યાં સંચરી શકતો નથી માટે અંદરના બગીચામાં તૃણ કે મણિ આદિનો ધ્વનિ થતો નથી. એ બંને આશ્ચર્યકારી બગીચાઓની અંદર સ્થળે સ્થળે પુષ્કરિણી વાવો-નાનાં જળાશયો અને મોટાં સરોવરો પણ આવેલાં છે. અંદર સુખેથી ઊતરી શકાય એવી એ પુષ્કરિણીઓનાં સુવર્ણમય તળીયાં છે, વજય ભીંતો છે, વિવિધ પ્રકારના રત્નોથી બાંધેલા ઘાટ છે અને એમાં સુવર્ણમય અને રુખ્યમય માટી (રેતી) છે. કેટલીકમાં ઉત્તમ મદિરા જેવા, તો કેટલીકમાં વાણી જેવાં, કેટલીકમાં અમૃત જેવાં ને કેટલીકમાં ઈશુરસ જેવાં જળ ભરેલાં છે. આવા વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ જળવાળી એ વાવડિઓ શતપત્રાદિ કમળોના કારણે અને તેની ઉપર અષ્ટમંગલ-જીવ-ચામર-ધ્વજા અને તોરણો શોભી રહ્યાં છે એ જ પ્રમાણે એ નાનાં જળાશયો અને મોટાં ક્રિડા સરોવરોની ચારે દિશામાં રત્નમય અને મણિમય ૩-૩ પગથિયાં શોભે છે. ત્યાં સ્થળે સ્થળે મનોહર ક્રીડા પર્વતો શોભે છે. જેમના શિખર ઉપર ૧-૧ પ્રાસાદ રહેલો છે. દરેક પ્રાસાદ, ઉપર ૧-૧ આસન હોય છે, તેમાં ક્યાંક ક્રૌચાસન-ક્યાંક હંસાસન-ક્યાંક ગરુડાસન-સિંહાસન-ભદ્રાસન તો ક્યાંક મકરાસન એમ જૂદા જૂદાં સુંદર આસનો શોભે છે. એ બંને બગીચાઓમાં વિધવિધ પ્રકારે ક્રીડાગૃહો છે. ક્યાંક નાટ્યગૃહ તો ક્યાંક કેતકીગૃહ તો વળી ક્યાંક-લતાગૃહ-ગર્ભગૃહ-કદલીગૃહ-સ્નાનગૃહ તો ક્યાંક વસ્ત્રાલંકારગૃહ શોભી રહ્યાં છે. એવા પ્રત્યેક ગૃહમાં દેવોને ક્રીડા કરવા લાયક રત્નમણિમય આસનો છે. ત્યાં દ્રાક્ષ-મલ્લિકા-જાઈ અને માલતી વગેરે લતાઓના અનેક રત્નમય મંડપો પણ છે ને એ મંડપોમાં ક્રોંચાદિક આસનો ઊપર ઉત્તમ સુવર્ણમય શિલાપટ્ટો શોભી રહ્યા છે. એ સર્વ પર્વતો-ગૃહો-જળાશયો તથા મંડપોમાં વ્યંતરાદિ દેવો ઈચ્છા મુજબ ક્રીડા કરે છે... ઈત્યાદિ.. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005233
Book TitleJain Cosmology Sarvagna Kathit Vishva Vyavastha
Original Sutra AuthorN/A
AuthorCharitraratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2012
Total Pages530
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy