________________
જનકસ્મિાલા-------
મધ્યલોક
જંબુદ્વીપ
(24) અપોલોકનું વર્ણન આપણે જોયું, તેની ઉપર ૧૮00 યોજન ઊંચો અને ૧ રાજ લાંબો-પહોળો મધ્યલોક | રહેલો છે, જેને તિøલોક પણ કહેવાય છે. જેમાં એક-એકથી બમણા માપવાળા અસંખ્ય દ્વીપ-સમુદ્રો પથરાઈને રહેલા છે. તેની બરાબર મધ્યમાં લાખ યોજન લાંબો-પહોળો જંબૂ નામનો દ્વીપ આવેલો છે. તે જંબૂ નામના શાશ્વત વૃક્ષના કારણે જબૂદ્વીપ નામે ઓળખાય છે. તે તેલનો પુડલો, રથનું પૈડું કે પૂર્ણ ચંદ્ર જેવા આકારનો ગોળ છે. તેની પરિધિ-૩લાખ, ૧૬ હજાર, ૨૨૭ યોજન, ૩ ગાઉ, ૧૨૮ ઘનુષ્ય, ૧૩ આંગળ, ૫ યવ ને ૧ યુકા જેટલી છે. ૪િ જંબૂદ્વીપની બરાબર મધ્યમાં ૧ લાખ યોજન ઊંચો અને નીચેના ભાગે ૧૦ હજાર યોજન વિસ્તારવાળો મેરુપર્વત આવેલો છે. જિ જેબૂદ્વીપની અંદર ભરતાદિ ૭ મહાક્ષેત્રો.... અને હિમવંતાદિ૬ મોટા વર્ષધર પર્વતો આવેલા છે. વળી, આ જંબુદ્વીપની મધ્યમાં ૩૩, ૬૮૪ યોજનવાળું વિશાલ મહાવિદેહક્ષેત્ર આવેલું છે. જ આ મહાવિદેહક્ષેત્રની બંને બાજુ નીચે પ્રમાણે ઉત્તર-દક્ષિણમાં અનુક્રમે પર્વતો-ક્ષેત્રો આવેલાં છે... તે આ પ્રમાણે જાણવાં.
દક્ષિણ તરફ...
ઉત્તર તરફ | (૧) નિષધ પર્વત = ૧૬,૮૪૨ યોજના (૧) નિલવંત પર્વત = ૧૬,૮૪૨ યોજના | (૨) હરિવર્ષ ક્ષેત્ર = ૮,૪૨૧ યોજના (૨) રમ્ય ક્ષેત્ર = ૮,૪૨૧ યોજન
(૩) મહાહિમવંત પર્વત = ૪,૨૧૦૬ યોજના (૩) રુક્મિ પર્વત = ૪,૨૧૦૧ યોજન | (૪) હિમવંત ક્ષેત્ર = ૨,૧૦૫ યોજન | (૪) હિરણ્યવંત ક્ષેત્ર = ૨,૧૦પ યોજન | (૫) લઘુહિમવંત પર્વત = ૧,૦૫ર ૨ યોજન | (૫) શિખરી પર્વત = ૧,૦૫ર પર યોજના (૬) ભરત ક્ષેત્ર = પર યોજન | (૬) ઐરાવત ક્ષેત્ર = પર યોજન | *િ મહાવિદેહક્ષેત્રમાં મેરુની પૂર્વ-પશ્ચિમ દિશામાં ભરતક્ષેત્રથી પણ મોટી કુલ ૩૨ વિજયો આવેલી છે જેમાં સતત ઓછામાં ઓછા ૪ તીર્થકરો, ચક્રી, વાસુદેવો વગેરે હોય જ છે. આ ૩૨ વિજયો તેમજ ભારત અને ઐરાવત એમ કુલ ૩૪માં દરેકમાં એક એક એમ ૩૪ દીર્ઘ વૈતાઢ્ય પર્વતો છે. જેની ઉત્તર-દક્ષિણે ચક્રીને જીતવા યોગ્ય ૩-૩ ખંડ = કુલ ૬ ખંડ હોય છે. Lજ જંબુદ્વીપમાં રહેલી ગંગા-સિંધુ મુખ્ય ૯૦ નદીયો પદ્માદિ મહાદ્રહોમાંથી નીકળી પોતપોતાના પરિવાર સાથે મળતી કુલ ૧૪, ૫૬,૦૦૦ નદીઓ આગળ જતા લવણસમુદ્રમાં જઈ મળે છે. If હરિવર્ષ, રફ, હિમવંત, હિરણ્યવંત, ઉત્તરકુરુ અને દેવકુરુ આ ક્ષેત્રોમાં યુગલિક મનુષ્ય તિર્યંચો હોય છે. I૪ જંબુદ્વીપમાં કુલ ૨૬૯ પર્વતો છે તે જેમકે... ૬ વર્ષધર પર્વત, ૧ મેરુ પર્વત, ૧૬ વક્ષસ્કાર પર્વત, ૨૦૦કંચનગિરી, ૩૪ દીર્ઘ વૈતાઢ્ય પર્વત, વૃત્ત વૈજ્ઞાત્ર્ય પર્વત, ૪ ગજાંત પર્વત, ૪ યમકાદિ પર્વત. જ જંબૂદ્વીપમાં ૧૬ મોટા દ્રહો છે. વર્ષધર પર્વતો ઉપર ૬ (પદ્મદ્રહાદિ) અને ઉત્તરકુ-દેવકુમાં ૧૦ છે. IT આ જંબૂદ્વીપને ફરતે ગોળાકારે વિશાળ કોટ છે. તેને જગતી કહેવાય છે. આ જગતીને ચારે દિશામાં વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત એવા નામથી ઓળખાતા ચાર દરવાજા છે. ફ્રિ જંબૂદ્વીપના લઘુહિમવંત અને શિખરી પર્વતની પૂર્વ-પશ્ચિમ બંને કિનારે બે-બે દાઢાઓ નીકળેલી છે. તેથી કુલ આઠ દાઢાઓ થઈ. તે દરેક ઉપર ૭-૭ દ્વિીપ હોવાથી પ૬ અંતર્લીપો આવેલા છે. જંબુદ્વીપની ફરતે વલયાકારે તેનાથી બમણો અર્થાતુ ૨ લાખ યોજનના વિસ્તારવાળો લવણસમુદ્ર આવેલો છે. જિ જંબૂદ્વીપમાં મેરુપર્વતની આસપાસ ૨ સૂર્ય, ચંદ્ર, પ૬ નક્ષત્ર, ૧૭૬ ગ્રહો, અને ૧,૩૩,૯૫૦ કોડાકોડી તારાઓ ફરી રહ્યા છે. ૪િ આ જંબૂદ્વીપ ૯૯,૦૦૦ યોજનથી કાંઈક અધિક ઊંચો છે અને ૧,000 યોજન પ્રમાણ નીચે (અધોભાગે) આવેલો છે. એનો
રતા એનું ઊર્ધ્વ-અધો પ્રમાણ ૧ લાખ યોજનથી કાંઈક અધિક પ્રાપ્ત થાય છે. (આ વાત મેરુપર્વતને અપેક્ષીને કહેવાઈ છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org