________________
અહિંસા અને વનસ્પતિ–આહાર
– – યુરોપીયનું તદવિષયક મંતવ્ય
[ શ્રી હર્મન જાબીએ આચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીને (તેમના પત્ર અગાઉ ) અહિંસા અને વનસ્પતિ–આહારના પ્રશ્નને અનુલક્ષીને એક પત્ર લખ્યો હતો. શ્રી જેકોબીએ એ પત્રમાં અહિંસા અને વનસ્પતિ–આહાર વિષયક યુરોપીયનોનું મંતવ્ય અત્યંત સરલ ભાવે વ્યક્ત હતું. એ પત્રનું ભાષાન્તરરૂપે નિમ્ન અવતરણ છે.]-પ્રકાશક.
શ્રી હર્મન જેકૅબીને પત્ર પ્રિય મહારાજશ્રી,
આપના તા. ૩ જી માર્ચના કૃપાપાત્ર માટે આપને અત્યંત આભાર માનું છું. મારા સાઠમા જન્મદિન પ્રસંગે આપે જે વિશુદ્ધ ભાવો વ્યક્ત કર્યા છે તે માટે હું આપને ઘણેજ ઉપકૃત છું.
સર્વ પ્રકારના સાંસારિક લાભ કરતાં હૃદયની વિશુદ્ધિનું મહત્ત્વ અનંતગણું અધિક છે એવા આપના મત સાથે કેઈપણ સહૃદય મનુષ્ય અવશ્ય એકમત થાય. જ્ઞાન-પ્રાપ્તિની પ્રવૃત્તિયુક્ત દીર્ધ જીવન અને નૈતિક કર્તવ્યોનાં પાલનથી આજ સત્ય હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org