________________
ઉપદેશમાળા ન સૌ સૌભાગ્યકરા નૃણ ગુણ:,
સ્વયંગૃહીતા યુવતીફયા ઈવ ! પરંગૃહીતા દ્વિતયં વિતqતે ન,
તેને હુણ્યક્તિ નિજ ગુણું બુધાઃ | યુવતી જે પિતાના સ્તનને પિતાના હાથે ગ્રહણ કરે છે તે જેમ તેને સૌભાગ્ય અને સુખના કરવાવાળા થતાં નથી, તેમ પિતાના મુખથી વર્ણવતા પોતાના ગુણે મનુષ્યોને સૌભાગ્ય ને સુખ આપનારા થતા નથી, પણ તે જ ગુણે સ્ત્રીના સ્તનની જેમ બીજા ઓથી ચહાતાં–વર્ણવતાં સૌભાગ્ય અને સુખ બંને આપે છે. તેથી જ ડાહા પુરુષો પોતાના ગુણેની પ્રશંસા પિતાના મુખે કરતા નથી.”
પછી ચક્રવતીનું વચન માન્ય કરી તે બંને વિખે ત્યાંથી ચાલ્યા ગયા, અને જ્યારે ચક્રી સભામાં બિરાજમાન થયા ત્યારે ત્યાં આવ્યા. તે વખતે ચકીના રૂપને જોઈને તેઓ ખિન્ન થયા. ચક્રએ પૂછયું કે-“તમને ખેદ થવાનું શું કારણ છે ? તેઓ બોલ્યા કેસંસારનું વિચિત્રપણું અમારા ખેદનું કારણ છે” ચક્રીએ પૂછયું કે—કેવી રીતે ?” તેઓએ કહ્યું કે-“અમે પહેલાં આપનું જે રૂપ જોયું હતું તેના કરતાં આ વખતે અનંતગુણહીન છે.” ચક્રીએ કહ્યું કે-“તમે તે શી રીતે જાણ્યું ?” તેઓએ કહ્યું કે–અવધિ શાનથી.” ચક્રીએ કહ્યું કે–“તેમાં પ્રમાણ શું?” તેઓએ કહ્યું કે “હે ચક્રી ! મુખમાં રહેલ તાંબૂલને રસ ભૂમિ ઉપર ઘૂંકીને જુઓ કે તેની ઉપર જે મક્ષિકા બેસે તે મૃત્યુવશ થાય છે? આ અનુમાનથી તમે જાણજો કે તમારું શરીર વિષરૂપ થઈ ગયું છે. તમારા શરીરમાં સાત મોટા રોગ ઉત્પન્ન થયેલા છે.” આ પ્રમાણે દેવતાઓનાં વચન સાંભળીને ચક્રી વિચાર કરવા લાગ્યા કે-અહે! આ દેહ અનિત્ય છે, આ અસાર દેહમાં કાંઈ પણ સાર નથી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org