________________
કપ
ઉપદેશમાળા વસુમતીના કેશ મુંડાવી નાંખી, પગમાં બેડી નાંખી, હાથને મજબૂત બાંધી લઈ ગુપ્ત ઓરડામાં પૂરી. શેઠ ઘેર આવ્યા એટલે તેણે પોતાની સ્ત્રીને પૂછ્યું કે– “વસુમતી કયાં ગઈ છે?” તેણે જવાબ આપ્યો કે –“હું જાણતી નથી. તે કાંઈક ગઈ હશે, સરળ બુદ્ધિવાળા શેઠે વિચાર્યું કે–તેમ હશે. એ પ્રમાણે ત્રણ દિવસ વીતી ગયા ચોથે દિવસે કઈ પાડોશીએ શેઠને પૂછયું કે– વસુમતી કયાં છે?” તેના દુઃખથી દુખિત થયેલા શેઠે કહ્યું કે – “હું જાણતું નથી, પરંતુ તે ક્યાંય પણ ગયેલી છે. ત્યારે તેણે કહ્યું કે – તમારી સ્ત્રીના મારથી આકંદ કરતી એવી તેને કઈક એારડામાં પૂરતાં આજથી ચેથા દિવસ ઉપર મેં જોયેલી છે, તેથી તમારા ઘરમાં તપાસ કરો. શેઠે ઘરમાં તપાસ કરી, એટલે જેના પગ બેડીથી બંધાયેલા છે, જેના કેશ મુંડી નાખેલા છે અને જે ઘણી સુધાતુર થયેલી છે એવી વસુમતીને તેણે અંદરના ઓરડામાં દીઠી. શેઠે દુખિત-ચિત વિચાર કર્યો કે–અહો! સ્ત્રીનું દુશ્ચરિત કેઈ પણ જાણતું નથી. કામથી અંધ બનેલી મારી સ્ત્રીને ધિક્કાર છે !” પછી શેઠે વસુમતીને પૂછયું કે આ તારી શી દશા !” તેણે જવાબ આપ્યો કે –“સઘળો દેષ મારાં કર્મને છે. શેઠે તેને અંદરથી બહાર કાઢી ઘરના ઉમરા પાસે બેસાડીને કહ્યું કે તું અહીં બેસ, એટલે હું બેડી ભાંગવાને કોઈ લુહારને બોલાવી લાવું. તેણે કહ્યું કે—મને ભૂખ બહુ લાગી છે તેથી કાંઈક ખાવાનું આપ.” તે વખતે ઘેડાને માટે અડદ બાફેલા હતા તે સુપડાના એક ખુણામાં નાંખીને શેઠે વસુમતીને ખાવા આપ્યા. તે પણ એક પગ ઉમરાની બહાર અને બીજો પગ ઉમરાની અંદર રાખીને બેઠી. પછી જેવામાં તે ખેાળામાં રહેલા સુપડામાંના અડદ ખાવા જાય છે તે અવસરે શું બન્યું તે સાંભળે–
છદ્મસ્થપણે વિચરતા શ્રી મહાવીર સ્વામીએ પિતાના કર્મના ક્ષયને માટે એ અભિગ્રહ કરેલો છે કે –“રાજકન્યા હોય, માથું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org