SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા એમ બતાવ્યું છે. તેમાં અહં એટલે હું ધર્મદાસગણિ ક્ષમાશ્રમણ આ ઉપદેશમાળા રચું છું એમ સમજવું. તે પણ પોતાની બુદ્ધિએ નહિ પણ તીર્થકર ગણધરાદિના ઉપદેશવડે કહું છું. આમ કહેવાવડે ગ્રંથની આપ્તતા બતાવી છે. બીજી માથામાં પણ મંગળાચરણ કરે છે તે આ પ્રમાણે જગચૂડામણિભૂઓ, ઉસ વીર તિલોઅસિરિતિલઓ છે એગે લોગાઈ એગે ચખૂ તિહુઅણુસ છે ૨ શબ્દાર્થ “જગતમાં મુકુટમાણિ સદશ શ્રી ઋષભદેવ તથા ત્રિલેકના મસ્તકે તિલક સમાન શ્રી વીરભગવંત છે. તેમાં એક લાકમાં સૂર્ય સમાન છે અને એક ત્રિભુવનના ચક્ષુભૂત છે.” ૨. ભાવાર્થ- આ અવસર્પિણના ત્રીજા આરાને છેડે ધર્મના પ્રથમ ઉપદેશક હોવાથી શ્રી કષભદેવને જગતના મુકુટમણિ તુલ્ય કહ્યા છે તથા આસન્ન ઉપકારી એવા ચાવીસમા તીર્થંકર શ્રી વિરપરમાત્માને તિલકની ઉપમા આપી છે. તિલકવડે જેમ મુખ શેભે તેમ શ્રી વીરભગવંતથી આ જગત બધું શોભે છે. વળી સકળ માર્ગના દેખાડનારા હેવાથી પ્રથમ તીર્થકરને આદિત્યની ઉપમા આપી છે, અને જગતજીવોને જ્ઞાનનેત્રના દાતા હેવાથી ચરમ તીર્થકરને ચક્ષુની ઉપમા આપી છે. હવે તે બે પ્રભુનાં ચરિત્રવડે તપ કરવાને ઉપદેશ આપે છેસંવછર મુસભજિણ, છમ્માસ વદ્ધમાણુ જિણચંદો છે ઈઅ વિહરિયા નિરસણ, જઈજજએ ઉરમાણેણું છે ૩ | શબ્દાર્થ – ષભદેવ એક વર્ષ સુધી અને વર્ધમાન સ્વામી છ માસ સુધી–એ પ્રમાણે આહારપાણ રહિત વિચર્યા છે. તે દષ્ટાંત કરીને (બીજાઓએ પણ) તપકર્મમાં પ્રવર્તવું–ઉદ્યમ કર ” રૂ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy