________________
४४७
ઉપદેશમાળા તહ્મ સવ્વાણુન્ના સવનિસેહે ય પવયણે નથિ આયં વયં તુલિજજા, લાહાકખિ વ્ર વાણિયઓ ૩૯રા
અર્થ–“તેથી કરીને પ્રવચન (જિનશાસન)ને વિષે એકાંતે સર્વાનુરા (સર્વ વસ્તુની અનુજ્ઞા) એટલે અમુક વસ્તુ અમુક રીતે જ કરવી એવી (એકાંત ) આજ્ઞા નથી; તથા એકાંતે કઈ વસ્તુને સર્વથા નિષેધ એટલે અમુક કાર્યનું આચરણ કરવું જ નહીં એ એકાંત નિષેધ પણ નથી. કારણ કે આ જિનશાસન સ્યાદ્વાદરૂપ છે. તેથી કરીને લાભની આકાંક્ષાવાળા વણિકની જેમ સાધુએ આય (જ્ઞાનાદિક લાભ) અને વ્યય (જ્ઞાનાદિકની હાનિ) એ બનેની તુલના કરી કાર્ય કરવું. જેમાં લાભને અચી વણિક જે વસ્તુમાં લાભ દેખે છે તે જ વસ્તુ ગ્રહણ કરે છે, તેમ સાધુ પણ લાભાલાભનો વિચાર કરે છે.” ૩૯૨. ધમૅમિ નથિ માયા, ન ય કવર્ડ આણુવત્તિભણિયં વા ફુડ પાગડમડિલ્લે, ધમ્મવયણમુજજુયં જાણુ છે ૩૯૩ છે જ અર્થ–“ધર્મને વિષે (સત્યને વિષે-સાધુધર્મને વિષે) માયા છે જ નહીં, (કેમકે માયા અને ધર્મ એ બનેને પરસ્પર વર છે–તે બને પરસ્પર વિરૂદ્ધ છે.) વળી ધર્મને વિષે કપટ (બીજાને છેતરવું) પણ હોતું નથી, અથવા આનુવૃત્તિ એટલે બીજાને રંજન કરવા માટે માયાવાળું અનુવૃત્તિવાળા વચનનું બાલવું તે પણ હોતું નથી પરંતુ સ્કુટ કે સ્પષ્ટ અક્ષરવાળું લજજા નહીં હોવાથી પ્રગટ અને માયારહિત હોવાથી અકુટિલ એવું ધર્મનું વચન હજુ (સરલ) અર્થાત મોક્ષનું કારણ છે એમ હે શિષ્ય! તું જાણ.” ૩૯૩. ન વિ ધમ્મસ ભડક્કા, ઉક્કોડા વંચણ વ કવર્ડ વા છે નિચ્છમ્મ કિર ધર્મો, સદેવમણઆસુરે લોએ ૩૯૪ ગાથા ૩૯૨-વાણીઓ ગાથા ૩૯૩–આણુયર ઉજજુવં=જુ=સરલં મોક્ષકારણનેતિ ચાવતા ગાધા ૩૯ ૯-ભડકક=આડંબર: ઉક્કોડા=લંચ મણુયા નિમે=ના:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org