________________
ઉપદેશમાળા
૪૨૯ અભિલાષાવડે વિહાર કરવાના સ્વભાવવાળા એવા સાધુઓનું સર્વ પ્રયન (શક્તિ) વડે વૈયાવચ્ચ કરવું.” ૩૪૭. હીણમ્સ વિસુદ્ધારૂવગસ, નાણાહિયસ કાયવું જણચિત્તગહણ, કરિતિ લિંગાવસે વિ . ૩૪૮ છે
અથ“વિશુદ્ધ પ્રરૂપણું કરનાર અને જ્ઞાન (સિદ્ધાંતના જ્ઞાન) થી અધિક (સંપૂર્ણ) એવા હીનનું પણ એટલે શિથિલાચારીનું પણ વૈયાવૃત્ય કરવું; અર્થાત્ ક્રિયાહીન છતાં પણ જે જ્ઞાની હોય તો તેનું વૈયાવૃત્ય કરવું ઉચિત છે. વળી જનના (લેકના) ચિત્તને ગ્રહણ (રંજન) કરવા માટે એટલે કે “આ લેકેને ધન્ય છે કે તેઓ ગુણવાન છતાં પણ ઉપકારબુદ્ધિથી નિર્ગુણનું પણ વૈયાવૃત્ય કરે છે. એવી રીતે લોકના ચિત્તને પ્રસન્ન કરવા માટે માત્ર લિંગધારીને વિષે પણ વૈયાવૃત્ય કરે છે; અર્થાત્ લોકાપવાદનું નિવારણ કરવા માટે જ્ઞાન અને ક્રિયાથી હીન એવા વેષધારીનું પણ વૈયાવૃત્ય કરવું.” ૩૪૮.
સમિઈ કસાયગારવા ઈત્યાદિ ૨૫ મી ગાથાને વિસ્તારાર્થ "કહ્યો. હવે લિંગધારીનું સ્વરૂપ કહે છે – દગપાણું પુષ્ફફલ, અણસણિજય ગિહત્યકિચ્ચાઇ અજ્યા પડિસેવંતી, જસવિડંબગા નવરં ૩૪૯ છે
અર્થ–“અસંયમીઓ ( શિથિલાચારીઓ) સચિત્ત જળનું પાન, જાત્યાદિક પુષ્પો, આગ્રાદિકનાં ફળ, અણસણય (આધાકર્માદિ દષવાળ) આહારાદિક, તથા વ્યાપારાદિક શ્રાવકનાં કાર્યોને કરે છે, સંયમને પ્રતિકૂળ આચરણ આચરે છે, તેઓ કેવળ યતિવેષની વિડંબના કરનારા જ છે, પરંતુ અલ્પ પણ પરમાર્થના સાધક નથી.” ૩૪૯.
ગાથા ૩૪૮-ગહણ ! ગાથા ૩૪૯–ગિહિત્ય | ૧ ટીકાકાર અહીં દશ ગાથાનો અર્થ કહ્યો એમ લખે છે, પરંતુ ગાથા
પષ્ટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org