________________
ઉપદેશમાળા
૩૯૫ દીધી, તે હું આવી સત્યવાદી સતીને શા માટે ભક્ષણ કરું?” એમ વિચારીને તેને પણ “તું મારી બેન છે” એમ કહી મૂકી દીધી. ફરી આગળ જતાં ચોરો મળ્યા, તેમની પાસે પણ માળીનું તથા રાક્ષસનું વૃત્તાંત કહ્યું, એટલે તેઓ લુંટવા આવ્યા હતા તે પણ તેમને તેને બેન કહીને મુક્ત કરી. પછી અનુક્રમે તે પતિ પાસે આવી. તેને સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળીને તે અત્યંત ખુશી થયે અને તેણે ઘરને સર્વ અધિકાર તેને સેપ્યો.”
આ પ્રમાણે કથા કહીને અભયકુમારે સર્વ લોકેને પૂછયું કે “હે લોકે! કહે, આ ચારે (પતિ, ચેર, રાક્ષસ અને માળ) માં દુષ્કર કામ કેણે કર્યું કહેવાય ?” તે સાંભળીને જેઓ સ્ત્રી ઉપર અવિશ્વાસુ હતા તેઓ બેલ્યા કે “તેને પતિ દુષ્કર કામ કરનાર કહેવાય. કેમકે તેણે નવી પરણેલી અને નવા યૌવનવાળી પિતાની જ પત્નીને પ્રથમ સંગમ વખતે જ પરપુરુષ પાસે મેકલી. પછી પરસ્ત્રીલંપટ કામ પુરુષે બોલ્યા કે “માળી દુષ્કર કામ કરનાર કહેવાય. કેમ કે તેણે રાત્રિને વખતે નિર્જન પ્રદેશમાં જાતે જ સામી આવેલી સુંદર સ્ત્રીને ત્યાગ કરી પોતાના મનને કબજે રાખ્યું. માટે ધન્ય છે તે માળીને!” પછી જેઓ માંસ ખાવામાં લુખ્ય હતા તેઓએ રાક્ષસની પ્રશંસા કરી અને તેને દુષ્કરકારી કહ્યો. છેવટ પેલો આમ્રફળને લેનાર ચોર બેલ્યો કે
તે ત્રણે કરતાં ચોરો જ દુષ્કર કાર્ય કરનારા કહેવાય. કેમકે તેઓએ આભરણથી ભૂષિત થયેલી અને સમીપે આવેલી તે સ્ત્રીને મૂકી દીધી, અને લુંટી નહીં, તેથી તેઓને જ ધન્ય છે!” તે સાંભળીને અભયકુમારે તે ચંડાળને પકડી લીધે. પછી તેને એકાંતમાં લઈ જઈ અભયે કહ્યું કે “તું જ આમ્રફળને ચાર છે, માટે સત્ય વાત કહી દે નહીં તે તારો નિગ્રહ કરીશ.” ત્યારે ચંડાળ બે કે “હા, મેં ફળે લીધાં છે.” અભયે પૂછયું કે “શા માટે અને કેવી રીતે લીધાં?” ત્યારે તેણે પોતાની સ્ત્રીના દોહદનું અને વિદ્યાના સામર્થ્યનું સ્વરૂપ યથાર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org