________________
ઉપદેશમાળા આગળ ઉપર શલ્યની જેવું દુઃખદાયક નીવડે છે. તેથી આ સાહસ કરવાથી પાછા ફરો; કારણ કે “જીવતે નર સેંકડે ભદ્રને જુએ છે.” વળી જો તમે મારી વાત સાંભળીને તમારા પ્રાણનું રક્ષણ કરશે, તે કદાચિત્ તમને કમળવતીને સંગ પણ પ્રાપ્ત થશે, પણ જે મૂઢપણાને લીધે પ્રાણત્યાગ કરશે, તે તેનો સંગમ દુર્લભ જ છે.” આ પ્રમાણેની વટુકની વાણી સાંભળીને કમલવતીને મળવાની કિંચિત્ અભિલાષા જેના હૃદયમાં ઉદ્દભવી છે એ કુમાર કહેવા લાગે કે –“હે મિત્ર? શું તે મારી પ્રિયાને જોઈ છે? અથવા શું તે જીવે છે એવું કેઈએ તને કહ્યું છે? અથવા જ્ઞાનના બળથી તું જાણે છે કે તે મળશે કે નહિ ? તું મને અગ્નિમાં પડતો અટકાવે છે તેનું કારણ શું છે? તે કહે.” બટુક
ત્યે કે–“હે કુમાર ! તમારી પ્રિયા કમલવતી વિધાતાની પાસે છે એમ હું જ્ઞાનથી જાણું છું, તેથી જો તમે કહે તો મારા આત્માને વિધાતાની પાસે મોકલીને કમલવતીને અહીં લઈ આવું.” ત્યારે કુમારે કહ્યું કે–જે એ સર્વ સત્ય હોય તે તેમાં જરા પણ વિલંબ કર નહિ. જ્યારે હું કમલવતીને જોઈશ ત્યારે મારા આ જન્મ કૃતાર્થ માનીશ.” ત્યારે બટુક બેલ્યો કે–“હે સુંદર દક્ષિણ વિના મંત્રવિદ્યા આદિ કેવી રીતે સિદ્ધ થઈ શકે?” ત્યારે કુમારે કહ્યું કે-“હે મિત્ર! પ્રથમ મેં તને મારું મન અર્પણ કરેલ છે, હવે મારા પ્રાણ પણ તારે આધીન છે; તે કહે હવે તેથી વધારે બીજી શી દક્ષિણ આપું?” બટુકે કહ્યું કે –“દીર્ધાયુ થાઓ, પણ હું જ્યારે જે કાંઈ તમારી પાસે માગું તે તમારે આપવું પડશે.” કુમારે કહ્યું કે –“હું તને વર આપું છું તે હું પાળીશ. બહુ કહેવાથી શું ! પરંતુ તું હવે મારી પ્રિય વલ્લભાને સત્વર લાવ.” એ પ્રમાણે કહેવાથી બટુકે સંજીવિની નામની જડી સર્વને બતાવી. પછી તે પડદાની અંદર ધ્યાન કરતો બેઠો. કુમાર પણ અતિ હર્ષિત થવા લાગ્યા. રાજા વિગેરે પણ કમલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org