________________
ઉપદેશમાળા
૩૭૫ કષ્ટમાં નાંખીએ.” એમ વિચારીને તે તાપસએ શ્રેણુક રાજા પાસે પાસે જઈને કહ્યું કે “હે રાજા ! અમે જે વનમાં રહીએ છીએ, તે વનમાં રાજ્યને ગ્ય એક હસ્તિરત્ન છે, માટે તે આપને ગ્રહણ કરવા ગ્ય છે.” તે સાંભળીને શ્રેણીક રાજાએ પરિવાર સહિત વનમાં જઈ હેડ વિગેરે ઘણા ઉપાયો વડે તેને પકડવા માંડ્યો પણ તે પકડાય નહીં. એવામાં નદિષેણ કુમાર ત્યાં આવ્યો. તેનો શબ્દ સાંભળીને તેના સામું જોતાં તે હસ્તી રાજાને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તેણે પિતાને પૂર્વભવ જે, તેથી તે શાંત થઈ ગયે. નંદિણ કુમારે તે હસ્તીની સુંઢ પકડી તેના ઉપર ચડી તેને નગરમાં લાવીને રાજદ્વારે બાંધ્યો, અનુક્રમે નદિષેણ પણ યુવાવસ્થા પાપે. પિતાએ તેને પાંચસે સ્ત્રીઓ સાથે પાણિગ્રહણ કરાવ્યું, તે સ્ત્રીઓ સાથે તે વિષયસુખ ભોગવવા લાગે.
એકદા શ્રીવર્ધમાન સ્વામીને નગર બહાર ઉદ્યાનમાં સમવસરેલા જાણીને નંદિષેણ કુમાર ભગવાનને વાંદવા ગયે. પ્રભુને વાંદીને નંદષેણે પૂછયું કે “હે ભગવાન! મને જોઈને સેચનક હાથીને મારા પર સ્નેહ કેમ ઉત્પન્ન થયે ?” ત્યારે ભગવાને તે બનેના પૂર્વભવનું સર્વ વૃત્તાંત તેને કહ્યું. તે સાંભળીને નંદિષેણે વિચાર્યું કે “જ્યારે સાધુઓને અન્નાદિક આપવાથી આટલું બધું પુણ્ય થયું ત્યારે દીક્ષા લઈને જે તપસ્યા કરી હતી તે તો ઘણું મે ટુ ફળ મળે. ” એ પ્રમાણે વિચારીને તેણે ભગવાનને વિજ્ઞપ્તિ કરી કે “હે પ્રભુ! દીક્ષા આપીને મારો ઉદ્ધાર કરો. “પ્રભુ બેલ્યા કે “હે વત્સ! તારે નિકાચિત ભેગકર્મ હજુ બાકી રહેલું છે, તેથી તું દીક્ષા ન લે.” તે વખતે તે જ પ્રમાણે આકાશવાણ પણ થઈ. તો પણ નંદિષેણ દઢ ચિત્તવાળે થઈને પાંચસો સ્ત્રીઓના ઉપભેગનો ત્યાગ કરી ચારિત્ર ગ્રહણ કરવા ઉક્ત થયો. એટલે ભગવાને પણ તે ભાવભાવ જાણીને તેને
૧ જાતિસ્મરણ સંભવે છે અથવા વિભંગ સંભવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org