________________
૩૭૧
ઉપદેશમાળા આપ્યું, અને પોતે શ્રી શત્રુંજય પર જઈને હજાર સાધુઓની સાથે એક માસની સંખના કરી પ્રાંતે કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા.
એકદા શ્રી શુકાચાર્ય હજાર શિષ્યો સહિત સેલકપુર ગયા. સેલક રાજા તેમને વાંદવા આવ્યા. તેમનાં મુખથી ધર્મદેશના સાંભળીને પ્રતિબોધ પામેલા રાજાએ પોતાના મંડુકકુમાર પુત્રને રાજ્ય સેમી પંથક વિગેરે મંત્રીઓ સહિત ચારિત્ર ગ્રહણ કર્યું. અનુક્રમે સેલક મુનિ દ્વાદશાંગીને ધારણ કરનાર થયા. તેમને જાણી આચાર્યપદે સ્થાપન કરીને શ્રીકાચાર્ય હજાર સાધુઓ સહિત શ્રીસિદ્ધાચળ પધાર્યા. ત્યાં સર્વ મુનિઓ સહિત અનશન ગ્રહણ કરી માસને અને કેવળજ્ઞાન પામીને મેક્ષે ગયા.
ત્યાર પછી શ્રી સેલનાચાર્યના શરીરમાં નીરસ અને લૂખા આહારને લીધે મહા વ્યાધિઓ ઉત્પન્ન થયા. તે વ્યાધિઓ અસહ્ય હતા, તો પણ સેલકાચાર્ય દુસ્તપ તપમાં જ ઉઘુત રહેતા હતા. એકદા વિહારના કામે તેઓ સેળકપુર આવ્યા. તેમને આવ્યા જાણીને મંડુક રાજા વંદના કરવા આવ્યા. ત્યાં ગુરુના મુખથી ધર્મદેશના શ્રવણ કરી મંડુક રાજા જીવાજીવાદિક નવ તન જાણનાર થયો. પછી પિતાના પિતા સેલક રાજર્ષિનું શરીર રુધિરમાંસ રહિત શુષ્ક થઈ ગયેલું જેઈને મંડુક રાજાએ વિજ્ઞપ્તિ કરી કે
હે સ્વામી! આ૫નું શરીર રોગથી જર્જરિત દેખાય છે. તે અહીં જ મારી યાનશાળામાં આપ રહે; જેથી હું શુદ્ધ ઔષધવડે તથા પચ્ચ ભેજનવડે આપનું શરીર નીરોગી કરુ.” તે સાંભળીને આચાર્યું તેનું વચન અંગીકાર કરી તેની યાનશાળામાં નિવાસ કર્યો. રાજાએ ઔષધાદિકથી તેમની ચિકિત્સા કરાવી, તેથી આચાર્યના શરીરમાંથી રોગો નષ્ટ થયા. પરંતુ રાજાને રસવાલ આહાર લેવાથી આચાર્ય રસલુબ્ધ થઈ ગયા. તેથી તેઓએ ત્યાંથી ક્યાંઈ પણ વિહાર કર્યો નહીં. એટલે એક પંથક શિષ્યને તેમની સેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org