________________
ઉપદેશમાળા
386 છે, જેઓએ તીર્થંકરાદિક ગુરુના વચનની સારી (શોભાવાળી) પ્રતિપત્તિ | પ્રતિજ્ઞા ગ્રહણ કરી છે, જેઓએ પર પરિવાદ-પરના અપવાદનું (પરનિંદાનું) કથન મૂકી દીધું છે, અને જેઓએ જિનદર્શિત એટલે જિનેશ્વરે કહેલો ધર્મ ગ્રહણ કર્યો છે.” ૨૪૫. તવનિયમસીલકલિયા, સુસાવળ જે હવંત્તિ ઈહ સુગુણા તેસિં ન દુલહાઈ, નિવાણુવિમાણસુકખાઇ છે ૨૪૬ છે
અર્થ “આ લોકમાં જે સુશ્રાવકે બાર પ્રકારનાં ત૫, નિયમ તે અનંતકાયાદિકનું પ્રત્યાખ્યાન અને શીલ તે સદાચાર તેથી યુક્ત તથા સારા ગુણોવાળા હોય છે. તેઓને નિર્વાણ (મુક્તિ) અને વિમાન સ્વર્ગ] નાં સુખે દુર્લભ-દુપ્રાપ્ય નથી. અર્થાત્ તેઓ સ્વર્ગનાં સુખ ભોગવીને અનુક્રમે મુક્તિ પણ પામે છે.” ૨૪૬. સીઈજજ કયાવિ ગુરુ, તંપિ સુસીસા સુનિઊણમહુરે હિં મગે ઠવંતિ પુણરવિ, જહ સેલગપંથગો નાય છે ૨૪૭ |
અર્થ “કદાચિત એટલે કર્મની વિચિત્રતાને લીધે કઈ વખત ગુરુ પણ સીદીય એટલે માર્ગથી શિથિલ [ ભ્રષ્ટ] થાય, તે તે વખતે તેવા ભ્રષ્ટાચારી ગુરુને પણ સારા (ઉત્તમ) શિષ્યો અત્યંત નિપુણ અને મધુર [ કેમલ] વાક્યોએ કરીને ફરીથી પણ સંયમમાર્ગમાં સ્થાપન કરે છે, એટલે ઉત્પથમાં ગયેલાને સન્માગે લાવે છે. જેમ “સેલક આચાર્ય અને “પંથક” શિષ્ય એ બેનું જ્ઞાત (દષ્ટાંત) અહીં જાણવું.” ૨૪૭.
સેલકાચાર્ય અને પંથક શિષ્યની કથા • કુબેરે બનાવેલી શ્રીદ્વારિકાપુરીમાં “શ્રીકૃષ્ણ” વાસુદેવ રાજ્ય કરતા હતા. તે વખતે તે પુરીમાં એક “થાવગ્રા” નામની સાર્થવાહની સ્ત્રી રહેતી હતી. તેને “થાવસ્થાકુમાર” નામનો ગાથા ૨૪-દુલહાઈ સેફખાઈ ગાથા ૨૪૭–સિએજ સાંઇજજ = સીદતુ = માર્થાત્ શિથિલે ભવેત ના = જ્ઞાd = ઉદાહરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org