________________
૩૩૯
ઉપદેશમાળા
સુકુમાલિકાની કથા વસંતપુર નગરમાં સિંહસેન રાજા રાજ્ય કરતો હતો. તેને સિંહલા નામની રાણી હતી. તે રાણીની કુક્ષિથી ઉત્પન્ન થયેલા સસક અને ભસક નામના તેને બે પુત્રો હતા. તે બને હજાર
દ્ધાઓને પરાજય કરે તેવા બળવાન હતા. તે બન્નેને સુકુમાલિકા નામે અતિ રૂપવાન એક બહેન હતી. એકદા કેઈ આચાર્ય પાસે અનુપમ રસવાળી અમૃત સરખી ધર્મદેશના સાંભળીને સસક અને ભસકે ચારિત્ર ગ્રહણ કર્યું. તેઓ અનુક્રમે ગીતાર્થ મુનિ થયા, એટલે તેમણે આવીને પિતાની બહેન સુકુમલિકાને પ્રતિબંધ કર્યો, તેથી તેણે પણ ચારિત્ર ગ્રહણ કર્યું. પછી તે સાદવીઓની સમીપે રહીને છઠ અઠમ વિગેરે આતાપના સહિત તપ કરતી સતી પોતાના સૌંદર્યને દર્પને દલન કરવા લાગી; પણ તેના અનુપમ રૂપથી મોહ પામેલા અનેક કામી પુરુષે ત્યાં આવીને તેની સન્મુખ બેસી રહેતા હતા, અને તેની સાથે વિષયની અભિલાષા કરતા હતા. એક ક્ષણ પણ તેના સંગને તેઓ મૂકતા નહા. તે જાણીને બીજી સાવીએાએ તેને ઉપાશ્રયમાં જ રાખવા માંડી. તે પણ તેના રૂપથી મેહ પામેલા કામી પુરુષ ઉપાશ્રયના દ્વારે આવીને બેસી રહેવા લાગ્યા. અને તેના મુખને જોવાની લાલસાથી ઉન્મત્તની જેમ ભમવા લાગ્યા. તેથી કંટાળીને સાદેવીઓએ જઈને આચાર્યને કહ્યું કે “હે સ્વામી! આ સુકુમાલિકાના ચારિત્રનું રક્ષણ અમારાથી બનવું અશક્ય છે. કેમકે કામસેવાના અથી ઘણા યુવાને ઉપાશ્રયે આવીને ઉપદ્રવ કરે છે. તેઓને અમે શી રીતે નિવારી શકીએ!” તે સાંભળીને સૂરિએ તે સુકુમાલિકાના ભાઈ એ સસક ભસને બોલાવીને કહ્યું કે-“હે વત્સ! તમે સાદેવીને ઉપાયે જાઓ અને તમારી બેનની રક્ષા કરે. શીલપાલનમાં તેને સહાય કરવાથી તમને મોટો લાભ છે.” આ પ્રમાણે ગુરુનું વાક્ય સાંભળીને તે બને ભાઈ એ ત્યાં જઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org