________________
३२८
ઉપદેશમાળા પિતાની પુત્રી પુષ્પચૂલાને રાત્રિએ સ્વમની અંદર નરકનાં દુખે દેખાડવાં. તે જોઈને તે ભયભીત થઈ ગઈ. સવારમાં તેણે રાજાની આગળ વમની હકીકત કહી. રાજાએ પણ નરકનું સ્વરૂપ પૂછવાને માટે અન્યદર્શનની યોગિઓ વિગેરેને બોલાવ્યા અને નરકનું સ્વરૂપ પૂછ્યું. ત્યારે તેઓએ જણાવ્યું કે “હે રાજન્ ! શેક, વિયોગ, અને ભેગમાં પરાધીનતા વિગેરે નરકનાં દુખ જાણવાં. ત્યારે પુપચૂલા રાણીએ કહ્યું કે મેં જે દુખે રાત્રે સ્વપમાં જોયાં છે તે તે ભિન્ન છે” પછી અણિકાપુત્ર આચાર્યને બોલાવીને રાજાએ પૂછ્યું કે “હે સ્વામિન્ ! નરકનાં દુઃખ કેવાં હોય છે?” તેના ઉત્તરમાં આચાર્ય રાણીએ જેવાં નરકનાં દુઃખે સ્વપ્નમાં જોયાં હતાં તેવાં જ કહી બતાવ્યાં. તે સાંભળીને આશ્ચર્ય પામેલી રાણીએ પૂછ્યું કે “હે સ્વામી ! આપે પણ શું એવું સ્વપ્ન જોયું છે ? કે જેથી મેં સ્વપ્નમાં જેવાં નરકનાં દુઃખે જોયાં હતાં તેવાં જ આપે કહ્યાં.” આચાર્યે કહ્યું કે “અમે સ્વપ્નમાં તે જોયાં નથી, પણ આગમના વચનથી તે જાણીએ છીએ.” પછી રાણીએ પૂછયું કે “ક્યા કર્મથી એવાં દુઃખ પ્રાપ્ત થાય છે ?” ગુરુએ કહ્યું કે
પાંચ આસવના સેવનથી અને કામ-ક્રોધ વિગેરે પાપાચરણથી પ્રાણીઓને નરકનાં દુઃખ પ્રાપ્ત થાય છે.” ઈત્યાદિ કહીને ગુરુ પિતાને સ્થાનકે ગયા. ફરીથી બીજે દિવસે પુષ્પચૂલાની માતાને જીવ જે દેવ હતે તેણે રાણને સ્વપ્નમાં દેવતાઓનાં સુખ બતાવ્યાં. પ્રાતઃકાળે રાણીએ તે સ્વપ્નની હકીકત રાજાને કહી. તેથી રાજાએ અન્ય દશનીઓને બેલાવીને પૂછ્યું કે સ્વર્ગનાં સુખ કેવાં હોય છે?” તેઓએ કહ્યું કે “હે રાજન્ ” ઉત્તમ પ્રકારનાં ભજન, શ્રેષ્ઠ વસ્ત્રપરિધાન, પ્રિયજનસંયોગ, ઉત્તમ અંગનાઓ સાથે વિલાસ ઈત્યાદિ સ્વર્ગનાં સુખે છે. ત્યારે રાણીએ કહ્યું કે “જે સ્વર્ગનાં સુખો મેં સ્વપ્નમાં જોયાં છે તેમની સાથે સરખાવતાં તમે કહેલાં સુખ અસંખ્યાતમે ભાગે પણ આવી શકતાં નથી.” પછી અણિકા પુત્ર આચાર્યને બેલાવીને સ્વર્ગસુખનું સ્વરૂપ પૂછયું. તેણે રાણીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org