SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ ઉપદેશમાળા સ્કંધ ઉપરથી ઉતરીને તેના પગમાં પડ્યા અને પિતાને અપરાધ ખમાવવા લાગ્યા. એ પ્રમાણે વારંવાર પિતાને અપરાધ ખમાવતાં વિશુદ્ધ ધ્યાનથી તેમને પણ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. બંને જણા કેવળપણે લાંબા વખત સુધી વિહાર કરીને મોક્ષે ગયા. આ પ્રમાણે સુશિષ્ય ગુરુને પણ વિશેષ ધર્મ પમાડે છે, એવો આ કથાને ઉપદેશ છે. અંગારજીવવહગો, કઈ કુગુરુ સુસીસ પરિવારો ! સુમિણે જહહિં દિઠે, કોલી ગયકલહપરિકિન્નો ૧૬૮ અર્થ–“અંગારા (કેયલા) રૂપ જીવન વધ કરનારો (અજીવમાં જીવ સંજ્ઞાને સ્થાપનારો) કેઈ કુગુરુ (કુવાસનાયુક્ત ગુરુ) સુશિષ્યોથી પરવરે તેને સ્વપ્નમાં મુનિઓએ હાથીનાં બચ્ચાંઓથી પરવારેલો કેલ કેશકર છે, એવા સ્વરૂપે દીઠો.” ૧૬૮. સે ઉગભવસમુદે, સયંવરમુવા એહિં રાહિં ! કહે વખભરિઓ, દિઠે પિરાણસીસેહિં ૧૬૯ અર્થ—“તે કુગુરુને ઉગ્ર એવા ભવસમુદ્રમાં (પરિભ્રમણ કરતાં) ભારથી ભરેલા ઊંટપણે પૂર્વભવના શિષ્ય અને ભવાંતરમાં થયેલા રાજપુત્ર કે જેઓ સ્વયંવરમાં આવ્યા હતા તેમણે દીઠે (એટલે તેઓએ મૂકાવ્ય)” ૧૬૯. એની વિશેષ હકીકત કથાનકથી જાણવી. અંગારમઈકાચાર્ય કથા કેઈ એક વિજયસેન નામે સૂરિ હતા. તેમના શિષ્યોએ સ્વપ્નમાં પાંચસે હાથીઓથી પરિવૃત થયેલે એક ડુક્કર જોયો, પ્રાતઃકાળમાં તેઓએ ગુરુની આગળ સ્વપ્નસ્વરૂપ નિવેદન કર્યું ત્યારે ગુરુએ વિચારીને કહ્યું કે “હે શિષ્યો ! આજે કઈ અભવ્ય ગુરુ પાંચસે શિષ્યથી પરિવૃત્ત થઈ અહીં આવશે, એ પ્રમાણે તમારું સ્વપ્ન ફલિત થશે.” એટલામાં તે રુદ્રદેવ નામે આચાર્ય ગાથા ૧૬૮-કુલુસ ગાથા ૧૬૯-વખરભારિઉ–ભારેણ ભાર ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy