________________
૩૨૨
ઉપદેશમાળા કેઇ સુસીલા સુહમાઈ સજજણા, ગુજરુસ્ટવિ સુસીસા વિલિ જણંતિ સદ્ધ, જહ સી સે ચંડસ ૧૬૭
અર્થ—“ કેઈક સુશીલ કેનિર્મળ સ્વભાવવાળા અને સુધર્મા કે અતિશય ધર્મવાળા અને સજજન કે સવની ઉપર મૈત્રીભાવવાળા એવા સુશિષ્ય, ગુરુજનની પિતાના ગુરુની પણ શ્રદ્ધાને વિસ્તીર્ણ કરે છે, અર્થાત્ આસ્તિક્ય લક્ષણવાળી શ્રદ્ધાને દઢ કરે છે. કેની જેમ? ચંડરુદ્ર આચાર્યના શિષ્યની જેમાં. ચડરુદ્ર આચાર્યની શ્રદ્ધા તેના શિષ્ય દઢ કરી તેમ.” ૧૬૭. અહીં ચંડરુદ્ર આચાર્ય ને તેના શિષ્યને સંબંધ જાણો. ૫૧.
ચંડ દ્રાચાર્ય કથા મહાપુરી ઉજયિનીમાં અન્યદા ચંડરુદ્રાચાર્ય સમવસર્યા. તે અત્યંત ઈર્ષાળુ અને ફોધી હતા, તેથી તે પિતાનું આસન શિષ્યોથી દૂર રાખતા હતા. એક દિવસ એક ન પરણેલો વણિકપુત્ર પિતાના મિત્રોથી પરિવૃત થઈને ત્યાં આવ્યું અને તેણે સર્વ સાધુઓને વાંદ્યા. પછી તેના બાળમિત્રએ હાંસી કરી કે “હે સ્વામિન્ ! આને તમે શિષ્ય કરો.” ત્યારે મુનિઓએ કહ્યું કે “હે મહાનુભાવ! જે તેને દીક્ષા ગ્રહણ કરવાને મનોરથ હોય તે પેલા દૂર બેઠેલા અમારા ગુરુની પાસે જાઓ.” તેથી તે બાળમિત્રેડ વણિકપુત્ર સહિત ગુરુ પાસે આવ્યા. ત્યાં પણ ગુરુને વાંદીને તેઓ હાસ્યથી બોલ્યા કે “મહારાજ! આને દીક્ષા આપે.” તે સાંભળીને આચાર્ય મૌન રહ્યા. ત્યારે બાળકેએ ફરીથી કહ્યું કે “હે સ્વામિન્ ! આ નવા પરણેલા અમારા મિત્રને આ૫ શિષ્ય કરો. છતાં પણ ગુરુ તો મૌન રહ્યા. ત્યારે તેઓએ ત્રીજીવાર પણ તે જ પ્રમાણે કહ્યું, એટલે ચંડરુદ્રાચાર્યને ક્રોધ ચડયો તેથી બળાત્કારે તે નવા પરણેલા બાલકને પકડી, પગની વચ્ચે રાખી તેના કેશનો લેવા કરી નાંખ્યો. તે જોઈને બીજા સર્વે બાળકે ત્યાંથી નાસી ગયા.
ગાથા ૧૬૭ સુહમ્મદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org