________________
તા પ્રા
શીલ શિવ લિનનું
છે અને
ઉપદેશમાળા કે- પ્રથમ મારા સ્વામી એ મારા શીલની સારી રીતે પરીક્ષા કરી હતી. પરંતુ એવું જણાય છે કે કોઈ નિષ્કારણ વૈરીએ અથવા ભૂતરાક્ષસ વિગેરેએ ઇંદ્રજાળનું સ્વરૂપ બતાવીને મારા સ્વામિનું મન બુદ્ધગ્રાહિત કરી નાંખ્યું છે. તેથી હમણું કલંકયુક્ત મારે પિતાને ઘેર જવું સર્વથા યુક્ત નથી. હમણું તે જટિકાના પ્રભાવથી પુરુષ રૂપ ધારણ કરીને રહું. કારણ કે પાકા બદરી ફળના જેવા સ્ત્રી શરીરને જોઈને કેણ જોગવવાની ઇચ્છા ન કરે? કહ્યું છે કે “તળાવનું પાણી પીવાને, તાંબૂલ ખાવાને અને યૌવનાવસ્થામાં સ્ત્રીના શરીરને જોવાને કેણુ ઉસુક ન થાય?” મારે તે પ્રાણત્યાગથી પણ શીલનું રક્ષણ કરવું તે શ્રેષ્ઠ છે. કારણ કે આ સંસારમાં શીલ સિવાય બીજે પરમ પવિત્ર અને નિષ્કારણ મિત્ર નથી. કહ્યું છે કે-“શીલ એ નિર્ધનનું ધન છે, અલંકારરહિતનું આભૂષણ છે, વિદેશને વિષે પરમ મિત્ર છે, અને આ ભવમાં તથા પરભવમાં સુખ આપનારું છે.” વળી શીલના પ્રભાવથી પ્રજવલિત અગ્નિ શાંત થઈ જાય છે અને સર્પ આદિને ભય નાશ પામી જાય છે. આગમમાં પણ કહ્યું છે કે–દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને કિન્નર વિગેરે બ્રહ્મચારીને નમસ્કાર કરે છે, કારણ કે તે દુષ્કર કાર્યના કરનાર છે.” વળી “કઈ કોડોગમે
નૈયાનું દાન દે અથવા સોનાનું જિનભુવન કરાવે તે પણ જેટલું પુણ્ય બ્રહ્મવત ધારણ કરનારને થાય છે તેટલું તેને થતું નથી.”
આ પ્રમાણે વિચાર કરીને તે જટિકાના પ્રભાવથી બ્રાહ્મણને વેષ ધારણ કરીને પાડલી ખંડપુરથી પશ્ચિમ દિશાએ આવેલ “ચકઘર” નામના ગામની સમીપે ચક્રધર દેવતાના મંદિરમાં પૂજારીપણે રહી, અને સુખે કાળ નિર્ગમન કરવા લાગી.
હવે સારથીએ રણસિંહ કુમાર પાસે જઈને કમલવતી સંબંધી સર્વ વૃત્તાંત કહ્યું, તે સાંભળીને આ સર્વ ગંધમૂષિકાના મંત્રાદિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org