________________
ઉપદેશમાળા
૨૯૯
કર્યું કે તને ધિક્કાર છે! તું પણ ચાણાક્યની પેઠે શા માટે મૂર્ખ થાય છે ? ” તે વચને સાંભળીને ચાણાયે તે ખાઈને પૂછ્યું કે હે માતા ! ચાલુાકય કેવી રીતે મૂખ થયા તે ખાત કહેા.' તેણે કહ્યું કે સાંભળ-‘ આગળનાં પાછળનાં ને પડખે આવેલા ગામે તે નગરાને સાધ્યા સિવાય ચાણાકય પહેલા જ પાટલીપુત્ર ગયા એટલે તે હાર્યોને ભાગી જવું પડયું. તેવી રીતે આ મારા પુત્ર પણ ખાજુમાં રહેલી । ડી રાખને છેડીને મધ્યમાં રહેલી ઉની રાખમાં હાથ નાંખવાથી દાજ્યા, તેથી રૂવે છે.’ પછી તે વૃદ્ધાએ આપેલા ઉપદેશ મનમાં યાદ રાખીને ચાણાકય હિમાલય તરફ ગયા. ત્યાં તેણે પર્વત' નામના રાજાની સાથે મૈત્રી કરી. કેટલાક દિવસ ગયા પછી પત રાજાને અ" રાજ્ય આપવુ. કબુલ કરી માટુ' સૈન્ય મેળવી આસપાસના અનેક દેશાને સાધીને પછી ચાણાકથ પાટલીપુત્ર આવ્યા. નદરાજાની સાથે માટુ' યુદ્ધ થયુ. તેમાં નંદરાજા હાર્યાં. તેથી તેણે ધર્મદ્વાર માગી લીધું, એટલે પેાતાને નીકળી જવાના રસ્તા આપવાની યાચના કરી. ચાણાયે તે વાત સ્વીકારી તેથી તે રથમાં બેસી પેાતાની સ્ત્રી, પુત્રી અને થાડુ' સારભૂત દ્રવ્ય લઈ નગર બહાર નીકળી ગયા.
6
તે વખતે રથમાં બેઠેલી ન‘દરાજાની પુત્રી નગરમાં પ્રવેશ કરતાં ચંદ્રગુપ્તનું લાવણ્ય જોઈ માહ પામી. નંદરાજાએ તે જાણ્યુ, એટલે ચંદ્રગુપ્ત ઉપર પુત્રીના સ્નેહ જોઈ નંદરાજાએ તેને પેાતાના રથમાંથી ઉતારી મૂકી. તે તરત જ ચંદ્રગુપ્તના રથ ઉપર ચઢી ગઈ. તે વખતે રથના નવ આરા ભાંગી ગયા. તે જોઈ ચદ્રગુપ્તે ચાણાકયને કહ્યું કે ‘હે પિતાજી! નગરપ્રવેશ વખતે આ અપશુકન થાય છે. ’ ચાણાકર્યે કહ્યું કે ‘હે વત્સ! આ શુભ શુકન છે, કારણ કે રચતા નવ આરા ભાંગ્યા છે તેથી તારુ રાજ્ય નવ પુરુષ સુધી ( નવ પેઢી સુધી ) સ્થિર થશે.' પછી નગરમાં આવી 'દ્રગુપ્તે ન'દરાજાની પુત્રી સાથે પાણિગ્રહણ કર્યું..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org