________________
૨૭૮
ઉપદેશમાળા
સ્કંદકુમારનું દષ્ટાંત શ્રાવસ્તી નામે એક મોટી નગરી હતી. ત્યાં તમામ શત્રુમંડલને ધૂમકેતુ જે કનકકેતુ નામે રાજા હતો. તેને દેવાંગના કરતાં પણ અતિ સુંદર એવી મલયસુંદરી નામે રાણી હતી. તેમને સ્કંદકુમાર નામે પ્રાણપ્રીય તનુજ (કુમાર) હતું અને મનુષ્યોને આનંદ આપનારી સુનંદા નામે પુત્રી હતી. રૂપ ને યૌવનથી ગર્વિત બનેલી તેને કાંતિપુર નગરના રાજા પુરુષસિંહને આપેલી હતી. એકદા શ્રાવસ્તી નગરીએ શ્રીવિજયસેન સૂરી પધાર્યા. સ્કંદકુમાર પરિવાર સહિત વાંદવાને આવ્યો. ગુરુએ ધર્મદેશના આપી કે હે ભવ્ય છે! આ સંસાર અનિત્ય છે, આ શરીર નાશવંત છે, સંપત્તિ જલતરંગ જેવી ચંચળ છે, યૌવન પર્વતમાંથી નીકળતી નદીના પ્રવાહ જેવું છે માટે આ કાળક્ટ વિષ જેવા વિષયસુખના આરવાથી ! આગમમાં પણ કહ્યું છે કે– સંપદે જલતરંગવિલાલા, યૌવન ત્રિચતુરાણિ દિનાનિ શારદાબ્રમિવ ચંચલમાયુ, કિં ધર્ન કુરુત ધર્મમનિંઘમાં
સંપત્તિઓ જલને તરંગ જેવી ચપળ છે, યૌવન માત્ર ત્રણ ચાર દિવસ રહેનારું છે અને આયુષ્ય શરદઋતુના મેઘ જેવું ચંચળ છે, તે ધનથી શું વિશેષ છે? અનિંદ્ય એ ધર્મ જ કરે.” વળી–
સવં વિલવિયં ગીયં, સવ્વ નટ્ટ વિડંબણા સર્વે આભરણ ભારા, સવ્વ કામા દુહાવહા છે
“સર્વ ગીત વિલાપરૂપ છે, સર્વ નૃત્યો વિડંબનારૂપ છે, સર્વ પ્રકારના આભરણે ભારરૂપ છે અને સર્વ પ્રકારના કામે (વિષ) પરિણામે દુઃખના આપનારા છે.”
ઈત્યાદિ ગુરુની દેશના સાંભળીને કુંદકુમાર પ્રતિબંધ પામ્યા અને ઘણા આગ્રહથી માતાપિતાની આજ્ઞા લઈ તેણે શ્રી વિજયસેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org