________________
२६२
ઉપદેશમાળા ખફૂગ લઈ પાદપ્રહારથી ભૂમિને કંપાવતે, મુખ પહેલું કરી અટ્ટહાસ કરતો કામદેવની પાસે આવ્યો અને બેલ્યો કે “આ પચ્ચખાણુને તું છોડી દે અને આ કાર્યોત્સર્ગ મુદ્રાને ત્યાગ કર, નહિ તો આ ખગવડે તારા ટુકડે ટુકડા કરી નાખીશ, જેથી તું આધ્યાનથી અકાલે મૃત્યુ પામીશ.” એ પ્રમાણે વારંવાર કહેતાં છતાં કામદેવ ધ્યાનથી ચલિત થયા નહિ. પછી ક્રોધ ઉત્પન્ન થવાથી તે દેવે ખગવડે કામદેવનું શરીર છેવું, જેથી તેને ઘણી વેદના થવા લાગી, પણ તે ધ્યાનથી ક્ષેભ પામ્યા નહિ. પછી દેવે પર્વત જેવું મોટું હાથીનું રૂપ વિકુછું, અને શૂટને ઉછાળતે ભયંકર હસ્તીને રૂપે કામદેવ પ્રત્યે બે કે “હે કામદેવ? આ વતને છોડી દે અને આ કાર્યોત્સર્ગ મુદ્રાને ત્યાગ કર. નહિ તે આ શુંઢ વડે તને ઉપાડી, ભૂમિ ઉપર પછાડી દંતપ્રહારથી તને છુંદી નાખશ.” આ પ્રમાણે કહેતાં છતાં પણ તે ધ્યાનથી ચલિત થયો નહિ. ત્યારે શુંઢ વડે ઉંચે ઉછાળીને પૃથ્વી ઉપર પછાડ્યો અને દંતપ્રહારથી વીંધી નાખે; છતાં તે જરા શ્રેમ પામ્યા નહિ અને મનમાં વિચાર કરવા લાગે કે – સભ્યોડપિ પ્રિયાઃ પ્રાણાઑડપિ યાંત્વધુનાપિ હિ ન પુનઃ સ્વીકૃતં ધર્મ, ખંડયાખ્યપમુખ્યહમ |
સર્વ વસ્તુ કરતાં પ્રાણ વહાલા હોય છે પરંતુ તે પણ હમણા ભલે જાઓ, પણ સ્વીકૃત કરેલા ધર્મને હું અંશમાત્ર પણ ખંડિત કરીશ નહિ.” પછી તે દેવ ત્રીજી વખત મહા ભયંકર, મુશળ જેવી જેની કાયા છે, કાજળ જે જેને વર્ણ છે, ફણના
ડબરથી જે સુશોભિત છે, જેની બે જિલ્લા લપલપાયમાન થઈ રહેલી છે અને જેના દર્શન માત્રથી જ કાયર મનુષ્યના પ્રાણ નાશ પામે છે–એવા તી વિષવાળા સપનું રૂપ વિકુવી કામદેવ પ્રત્યે બોલ્યા કે “તું ગ્રહણ કરેલા વ્રતને ત્યાગ કર. નહિ તે મારી દાઢને વિષવડે અકાળે મૃત્યુ પામીશ. એ પ્રમાણે કહ્યા છતાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org