________________
ઉપદેશમાળા
૨૫૯ અનાથ હોઉં એમ જાણું મારી કન્યા કેઈ એક વિદ્યાધરે હરણ કરીને વનમાં મૂકી છે.” તે સાંભળીને સૈન્ય સહિત દેવકીપુત્ર (કૃષ્ણ) ત્યાં આવ્યા. તેને આવતે જોઈ નારદજી સાથે શાબ સન્મુખ આવી પિતાના પગમાં પડ્યો અને સર્વ હકીકત જણાવી.
પોતાના પુત્રનું આ કૃત્ય છે” એમ જાણી કૃષ્ણ મૌન થઈને ઉભા રહ્યા. પછી સાગરચંદ્ર આવી નભસેનના ચરણમાં પડી તેને ખમાવ્યો, પણ નભસેને તેને ખમા નહિ.
હવે સાગરચંદ્ર કમલામેલાની સાથે વિષયસુખ ભોગવતાં કેટલેક કાળ વ્યતીત કર્યો. પછી એક દિવસ ભગવાન નેમિ પ્રભુની દેશના સાંભળીને તેણે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા. દરરોજ સ્વત્રતનું પાલન કરતા સતા એક વખત શ્રાવકની પડિમાનું વહન કરતાં તે સ્મશાનભૂમિમાં જઈને કાર્યોત્સર્ગો રહ્યો, તે વખતે નભસેન જે હંમેશાં તેનું છળ શોધતે હવે તે સાગરચંદ્રને સમશાનમાં કાર્યોત્સર્ગે રહેલ જોઈને વિચાર કરવા લાગ્યા કે “આજે વખત બરાબર મળે છે, તેથી મારી કમલામેલાના ભોક્તા સાગરચંદ્રને આજે મૃત્યુ પમાડું” એ પ્રમાણે વિચારીને તેના માથા ઉપર માટીની પાળ બાંધીને તેમાં ધગધગતા ખેરના અંગારા ભરી તે અન્યત્ર ચાલ્યો ગયો. અહીં તેની વેદનાને સમ્યગ્ર ભાવે સહન કરતે નિશ્ચલ મનવાળો સાગરચંદ્ર શુભધ્યાનથી મૃત્યુ પામીને સ્વર્ગે ગયે.
આ પ્રમાણે શ્રાવકે પણ આવા ઉપસર્ગો સહન કર્યા છે તે સાધુએ તે વિશેષે કરી સહન કરવા જોઈએ, એ આ કથાને ઉપદેશ છે. દેહિ કામદેવ, ગિહીવિ નવિ ચાલિઓ તવગુણહિ મત્તગવંદ ભયંગમ, રખધોરદહસેહિ રે ૧૨૧ છે
ગાથા ૧૨૧–મગઈ. ભૂ અગમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org