SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશમાળા ર૫૫ ધમ્મ મિણું જાણુતા, મિહિણવિ દઢયા કિમુઅ સાહ કમલામેલાહરણ, સાગરચંદેણુ ઈત્યુ વમા ૧૨૦ છે અર્થ – “આ જિનભાવિત ધર્મને જાણનારા–તેને સમ્યગુ પ્રકારે સમજનારા એવા ગૃહસ્થ શ્રાવકે પણ દઢ વ્રતવાળા-ત્રત ધારણ કરવામાં દઢ હોય છે, તે પછી સાધુ કેમ દઢ વ્રતવાળા ન હેય? હોય જ. અહીં કમળામેલાના સંબંધમાં આવેલા સાગરચંદ્ર કુમારની ઉપમા અર્થાત્ તેનું દષ્ટાંત જાણવું.” ૧૨૦. અહીં સાગરચંદ્ર કુમારને સંબંધ જાણવો. ૩૬. સાગરચંદ્ર કુમારનું દષ્ટાંત દ્વારિકા નગરીમાં કૃષ્ણ રાજા રાજ્ય કરે છે. તેમને બલભદ્ર નામે મોટા ભાઈ છે, અને નિષધ નામે પુત્ર છે. તે નિષધને સાગરચંદ્ર નામે કુમાર છે. તે નગરીમાં ધનસેન શ્રેણીની પુત્રી કમલામેલા નામે છે. તેને ઉગ્રસેનના પુત્ર નભસેન વેરે આપેલી છે. એકદા નભસેનને ઘેર નારદ મુનિ આવ્યા. તે વખતે નભસેને ક્રીડામાં વ્યગ્ર ચિત્ત હોવાને લીધે તેમને આદર આપે નહિ. તેથી અતિ ક્રોધિત થઈ નારદ મુનિ ત્યાંથી ઉડીને સાગરચંદ્રને ઘેર આવ્યા. તેણે નારદ મુનિને વિનય પૂર્વક ઘણે આદરસત્કાર કર્યો અને સિંહાસન ઉપર બેસાડવા. પછી સાગરચંદ્ર તેમના પગ ધઈ હાથ જોડી ઉભો રહીને કહેવા લાગ્યું કે “હે સ્વામિન્ ! આપે જોયે, અનુભવેલું કે જાણેલું આશ્ચર્યકારી કેઈક કૌતુક કહે.” તેના વિનયથી રંજિત થયેલા નારદ મુનિએ કહ્યું કે “હે કુમાર ! પૃથ્વીમાં કૌતુકે તે ઘણા જવાય છે, પણ કમલામેલાનું રૂપ જે મેં જોયું છે તે મહા આશ્ચર્યકારક છે. એના જેવું રૂપ કેઈ પણ સ્ત્રીનું નથી. જેણે એ સ્ત્રીને જોઈ નથી તે માણસનો જન્મ જ વૃથા છે, પરંતુ તેના માતાપિતાએ તેને નભસેનને આપીને કાચ અને મણિની પેઠે તેને અયોગ્ય સંબંધ કર્યો છે.” ગાથા ૧૨૦-આહરણે-દષ્ટાંત. ઈમ્યુવમા અપમા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005229
Book TitleUpdeshmala Bhashantar
Original Sutra AuthorN/A
AuthorDharmdas Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1985
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy