________________
ઉપદેશમાળા
૨૪૧
રથકાર, તેના દાનની અનુમાદના કરનાર મૃગ અને તપ સ યમ આચરનાર બળદેવ મુનિ સફ઼ગતિને પામ્યા તેમ. ’’ ૧૦૮,
ખળદેવમુનિ, રથકાર ને મૃગ એ ત્રણે પાંચમે દેવલાકે ગયા, તેથી તપ સ‘યમાદિ તેમજ દાન શીલાદિ ધ કર્યાં, કરાજ્યે અને અનુમેઘો સતા પણુ બહુ ફળને આપે છે. અહીં બળદેવ, રથકાર ને મૃગના સબંધ જાણવા. ૩૨.
બળદેવ થકાર ને મૃગની કથા
દ્વારિકાનગરીને બાળી નાંખવાનુ' જેણે નિયાણુ કરેલ છે એવા દ્વિપાયન ઋષિએ અગ્નિકુમારપણે ઉત્પન્ન થઈ જયારે દ્વારિકાને ખાંળી ત્યારે માત્ર કૃષ્ણ અને બલભદ્ર બે જ બચવા પામ્યા. ખીજા સર્વ ખળી ગયા. બંને ભાઈએ વનમાં ગયા. ત્યાં કૃષ્ણને ઘણી તૃષા લાગી તેથી બલભદ્ર પાણી લાવવાને ગયા. ત્યાં વૈરીની સાથે યુદ્ધ થતાં રાત્રિ પડી ગઈ. અહીં કૃષ્ણ એક વૃક્ષની નીચે પગ ઉપર પગ ચઢાવીને સૂતા હતા. ત્યાં કૃષ્ણનું મૃત્યુ પાતાને હાથે થવાનુ છે એવું શ્રી નેમીશ્વરના મુખથી જાણીને જેણે તે પ્રમાણે ન થવાને માટે જ વનવાસ ગ્રહણ કરેલા છે એવા વસુદેવની જરા રાણીના પુત્ર જરાકુમાર ત્યાં આવ્યા. તેણે ફરતાં ફરતાં રાત્રિએ કૃષ્ણના પગને તળીએ રહેલ પદ્મ દૂરથી દીઠું'; એટલે આ ચકચકિત મૃગનું નેત્ર જણાય છે એવુ ધારી તેણે કણુ પર્યંત ખાણુ ખેચીને કૃષ્ણના ચરણ વીંધી નાંખ્યા. પાસે આવતાં તે પેતાના ભાઈ છે એમ જાણી પશ્ચાત્તાપ કરતા સતા જરાકુમાર વિલાપ કરવા લાગ્યા. તે વખતે કૃષ્ણે કહ્યું કે હું પાપી ! તુ અહી'થી જલદી ચાલ્યે! જા, હમણા બળભદ્રે આવશે તે તે તને મારી નાંખશે.’ એ પ્રમાણે કહેવાથી જરાકુમાર તરત જ ત્યાંથી ચાલ્યા ગયા. પછી આયુષ્યના પ્રાંત ભાગે કૃષ્ણને ક્રોધ ઉત્પન્ન થયા, તેથી તે મનમાં વિચાર કરવા લાગ્યા કે ‘અરે! જીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org