________________
ઉપદેશમાળા છે. એક દિવસ ક્રીડાને વાતે વનમાં ગયેલા “સાગરચંદ્રને માટે તેની માતાએ દાસી મારફત એક લાડુ મોકલ્યા. તે દાસી લાડુ આપવા જતી હતી તે વખતે તેને બોલાવીને ઓરમાન માતાએ પૂછયું કે- આ શું છે?” તેણે કહ્યું કે-હું રાજાને માટે લાડુ લઈ જાઉં છું.” તેણે કહ્યું કે-જેઉં, તે કે છે?” દાસીએ તેને આપે, એટલે તે ઓરમાન માતાએ વિષથી ખરડાયેલા હાથવડે તે લાડુને સારી રીતે ૫શ કરી વિષમિશ્રિત કરીને દાસીને પાછો આપ્યો. દાસીએ તે લાડુ લઈ જઈને રાજા પાસે મૂ. રાજાએ તે મને રંજક લાડુ ગ્રહણ કર્યો. પરંતુ તે અવસરે પિતાની આગળ હાથ જોડીને ઉભેલા પોતાના બે સાવકા ભાઈને જેઈને નેહવશ થઈ તેણે વિચાર કર્યો કે “મારા લઘુ બંધુઓને છોડીને મારે લાડુ ખાવે તે ઉચિત નથી.” એમ વિચારીને તેણે લાડુના બે ભાગ કરી બંનેને વહેચી દીધે. પિતે ખાધે નહિ. છેડા વખતમાં પેલા બનેને વિષ ચડવાથી ભૂમિ ઉપર પડેલા જોઈને રાજા ઘણે ખિન્ન થયે, અને મણિ મંત્ર આદિ પ્રગવડે તેમનું ઝેર ઉતાર્યું. પછી (તેનું કારણ શોધતાં)"દાસીના મુખથી એરમાન માતાના હસ્તસ્પર્શથી થયેલ વિષપ્રયોગ જાણીને તેની પાસે જઈ “સાગરચંદ્ર” ઉપાલંભ આપવા લાગ્યું કે-તને ધિક્કાર છે! પહેલાં મારા આપતાં છતાં પણ તે રાજ્ય અંગીકાર કર્યું નહિ, અને સાંપ્રત સમયે આવું કાર્ય કર્યું ! સ્ત્રીઓના ચારિત્રને ધિકાર છે ! કહ્યું છે કેનિતંબિન્યા પતિ પુત્ર, પિતર ભ્રાતાં ક્ષણમ આરોપયંત્યકાર્યપિ, દુત્તા પ્રાણસંશયે છે
“ દુરાચાર એ પિતાના પતિને, પુત્રને, પિતાને અને ભાઈને ક્ષણવારમાં પ્રાણને સંશય થાય તેના અકાર્યમાં પણ જેડી દે છે” “હવે દુર્ગતિના કારણભૂત આ રાજ્યથી મારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org