________________
ઉપદેશમાળા કનકશેખરે રસિંહ કુમારને વિજ્ઞપ્તિ કરી કે –“હે સ્વામિનું! આપે મોટું આશ્ચર્ય બતાવ્યું છે તે હવે તમારું રૂપ પણ પ્રકાશિત કરો.” તે વખત યક્ષે પ્રત્યક્ષ થઈને રણસિંહ કુમારનું સર્વ ચરિત્ર કહી સંભળાવ્યું. તે સાંભળીને કનકશેખર અતિ હર્ષિત થયે અને ઘણું ધામધૂમથી પિતાની પુત્રીનો વિવાહ કર્યો. બીજા સર્વ રાજાઓનું પણ પહેરામણ આપવા વડે સન્માન કર્યું. પછી તેઓ પિતા પોતાને દેશ ગયા.
કનકશેખરે એક દેશનું રાજ્ય જમાઈને અર્પણ કર્યું. એટલે ત્યાં રહીને તે કનકવતીની સાથે વિષયસુખને અનુભવ કરવા લાગે. પછી સુંદર ખેડુતને બેલાવી તેને યોગ્ય રાજ્યકાર્યમાં અધિકારી કર્યો.
એ અવસરે સોમા નામની મેટી નગરીને વિષે, પુરુષોત્તમ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને નવતી નામની પુત્રી હતી. તે કનકશેખર રાજાની બેનની પુત્રી (ભાણેજ) થતી હતી. તેણે કનકાવતીના પાણિગ્રહણને સર્વ વૃત્તાંત જાયે. તેથી તે રણસિંહ કુમારની ઉપર અનુરાગવાળી થઈ, અને તેણે રણસિંહ વિના અન્ય વર નહિ કરવાને નિયમ લીધે. એ પ્રમાણે પોતાની પુત્રીની ઈચ્છા જાણુને, પુરુષોત્તમ રાજાએ પોતાના પ્રધાન પુરુષોને રણસિંહ કુમારને બોલાવવા મેકલ્યા. ત્યાં જઈને તેઓએ આમંત્રણ કર્યું, એટલે રણસિંહે જવાબ આપ્યો કે “એ સઘળું કનકશેખર જાણે, હું કાંઈ જાણતા નથી.” એટલે પ્રધાન પુરુષેએ કનકશેખરને વિદિત કર્યું ત્યારે તેણે વિચાર્યું કે “મારી ભાણેજને વિવાહ કરી આપ એ મને ઉચિત છે.” એ પ્રમાણે ચિતવી રણસિંહ કુમારને બોલાવીને કહ્યું કે “તમે રનવતીના પાણિગ્રહ માટે જાઓ.” તેણે તે કબૂલ કર્યું. પછી મોટા પરિવાર સાથે રનવતીને પરણવા માટે જતાં માર્ગમાં પાડળીખંડ નગરની સમીપના ઉપવનમાં ચિંતામણિ યક્ષના દેરા પાસે આવ્યો. એટલે યક્ષમંદિરમાં જઈને તેણે યક્ષને પ્રણામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org