________________
ઉપદેશમાળા
૧૬૩ નંદીપેણની કથા. મગધ દેશમાં નંદિ નામના ગામમાં ચક્રધર નામે ચક્રને ધારણ કરનાર એક દરિદ્રી વિપ્ર રહેતો હતો. તેને સેમિલા નામે સ્ત્રી હતી. તેને નદિષેણ નામે પુત્ર થયો. તે પુત્રનો જન્મ થતાં જ તેના માતાપિતા મરણ પામ્યા. તેથી તેના મામાએ તેને પોતાને ઘેર લાવી મેટ કર્યો. પરંતુ યુવાવસ્થામાં પણ તે કેકૂપ, મોટા માથાવાળો, મેટા પેટવાળ, વાંકા નાકવાળે, ઠીંગ, વિકૃત નેત્રવાળે તૂટેલા કાનવાળો, પીળા કેશવાળે, પગે લંગડો, પીઠ ઉપર ત્રણવાળો, દૌર્ભાગ્યનું નિધાન અને સ્ત્રીઓને અપ્રીતિપાત્ર થયો. તે બાળક મામાને ઘેર ચાકરનું કામ કરતું હતું તે જોઈ લોકોએ તેને કહ્યું કે-“અરે ! નિર્ભાગ્ય શિરોમણિ ! તું પર ઘરે દાસત્વ શામાટે કરે છે? વિદેશ જઈ, પિસે મેળવીને સ્ત્રી પરણુ લોકતિ પણ એવી છે કે “સ્થાનાંતરિતાની ભાગ્યાનિ” પુરુષનું પ્રારબ્ધ સ્થાનાંતરિત હોય છે એટલે તે સ્થાનનો ફેરફાર કરવાથી પ્રગટ થાય છે.” આ પ્રમાણેનાં લેકેનાં વચન સાંભળીને અન્ય સ્થાને જવાને ઉસુક થયેલા ભાણેજને તેના મામાએ કહ્યું કે-“તું પરદેશ શા માટે જાય છે ? મારા ઘરની અંદર સાત પુત્રીઓ છે. તેમાંની એકની સાથે તારો વિવાહ કરીશ, માટે અહીં જ મારા ઘરમાં રહે.” તે સાંભળી નંદિષેણ તેના મામાને ઘેર જ રહ્યો અને પૂર્વવત્ કામ કરવા લાગ્યા, એક દિવસ નંદિષેણને તેના મામાએ પોતાની સાતે કન્યાને બતાવ્યો અને તેને પસંદ કરવાનું કહ્યું. સાતે કન્યાઓએ કહ્યું કે- “હે તાત! અમે આત્મહત્યા કરશું પણ નદિષણને વરશું નહિ.” આ પ્રમાણેનાં વચનો સાંભળીને નંદિપેણ મનમાં વિચાર કરવા લાગ્યો કે “અરે ! આમાં મારાં કર્મને જ દોષ છે, એને કઈ દોષ નથી. કરેલાં કમ ભેગવ્યા વિના ક્ષય પામતાં નથી.” કહ્યું છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org