________________
૧૫૦
ઉપદેશમાળા
•
અપાય? વળી જે અન્ન બ્રાહ્મણેાને અપાય છે તેનુ પુણ્ય તા સહસ્રગણુ. થાય છે, અને તને આપેલુ' અન્ન તા રાખમાં ઘી હામવા જેવુ' થાય છે, માટે અહીંથી ચાલ્યા જા, તું અહી` શા માટે ઉભા છે ? ” એ પ્રમાણે બ્રાહ્મણેાએ મુનિના ઉપહાસ કર્યાં તે સાંભળી ચક્ષુ મુનિના શરીરમાં પ્રવેશ કરીને કહ્યુ કે–“ અરે! સાંભળેા, હુ' શ્રમણ્ ( જૈન સાધુ) છું', યાવજીવ બ્રહ્મચર્ચ પાળનારી છું, અહિ’સાદિ ત્રતાને ધારણ કરુ` છું; તેથી હું જ સુપાત્ર છું, બ્રાહ્મણા સુપાત્ર નથી. કેમકે તમે તા પશુવધ આદિ પાપના કરનારા છેા, મુખથી ન કહેવાય એવા સ્ત્રીના ગુહ્ય સ્થાનના મર્દન કરનારા છે। અને ઉત્તમ પ્રકારના જ્ઞાનથી દૂર કરાયેલા છે, માટે હું જ સુપાત્ર છું' તમારા ભાગ્યથી જ હું તમારા યજ્ઞમ’ડપમાં આવેલે ; માટે મને શુદ્ધ અન્ન આપેા. ” એવાં વાક્યેાથી તિરસ્કાર કરાયેલા બ્રાહ્મણા તે મુનિને મારવા તૈયાર થયા. તેઓએ લાકડી અને મુષ્ટિવર્ડ મુનિને કેટલાક પ્રહારો કર્યા. એટલે રુષ્ટમાન થયેલા યક્ષે તે બ્રાહ્મણેા ને પ્રહારાદિ વડે મુખમાંથી રુધિર ત્રમતા કરી દીધા, અને શરીરના સાંધા શિથિલ કરી નાખ્યા, જેથી તે પૃથ્વી ઉપર પડયા. માટે કોલાહલ થઈ ગયા, એટલે સઘળા ત્યાં એકઠા થયા. કાલાહળ સાંભળીને સુભદ્રા રાજકન્યા પણ બહાર નીકળી. તેણે મુનિને જોયા એટલે તરત એળખ્યા. પછી ભયથી વિહ્નલ બની જઈ ને તેણે રુદ્રદેવ વિગેરેને કહ્યું કે— અરે દુર્બુદ્ધિવાળાએ ! આ મુનિને પીડશે। તા યમદિરમાં પહેાંચી જશે!. આ તા હિંદુક યક્ષે પૂજેલા મહા પ્રભાવવાળા તપસ્વી મુનિ છે, મે* પૂર્વ તેમને ચલિત કરવા માટે ઘણા યત્ન કર્યો હતા; પર`તુ તે જરા પણ ધ્યાનથી ચલિત થયાં નહાતા. માટે આ મુનિને ધન્ય છે ધન્ય છે.’ એમ ખાલતી સુભદ્રા મુનિના ચરણમાં પડી અને કહ્યું કે– હે કૃપાસિંધુ ! હે જગબંધુ ! મારા આગ્રહથી આ મૂખ લાકોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org