________________
ઉપદેશમાળા
૧૨૭ શત્રુઓ મારી સમીપે આવે નહીં તો હું તમારી સાથે ભોગ ભોગવું. તે સિવાય જે તમે મને બળાત્કારે ઘરમાં રાખશો તે શું રેગ આદિથી રક્ષણ કરવામાં તમારી શક્તિ છે?” ત્યારે સ્ત્રીઓએ કહ્યું કે હે સ્વામિન્ ! એ સમર્થ કોણ હોય કે જે સંસારસ્થિતિને અટકાવી શકે?” ત્યારે જ બૂકુમારે કહ્યું કેતેમાં તમે અસમર્થ છો તો અશુચિ વસ્તુથી ભરેલી અને મોહની કુંડી રૂપ જે તમે તેના શરીરમાં હું પ્રીતિવાળો થતો નથી. કારણ કે ઝીઓને જન્મ અનંતી પાપની રાશિથી પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે –
અણુતા પાપરાસીઓ, જયા ઉદયમાગયા તયા ઈચ્છીત્તણું પત્ત, સમે જાણહિ ગયા છે
“હે ગૌતમ! અનંતી પાપની રાશિઓ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે સ્ત્રી પણું પ્રાપ્ત થાય છે એમ બરાબર જાણજે” વળી કહ્યું છે કે –
દર્શને હરતે ચિત્ત સ્પર્શને હરતે બધં સંગમે હરતે વીર્ય, નારી પ્રત્યક્ષરાક્ષસી છે
“દર્શન થતાં ચિત્તને હરે છે, સ્પર્શ થતાં બળને હરે છે, સંગમ થતાં વીર્યને હરે છે–એવી રીતે મારી સાક્ષાત્ રાક્ષસી છે.” માટે હું લલિતાંગકુમારની પેઠે મેહમાં નિમગ્ન થયેલો નથી, કે જેથી અપવિત્ર વસ્તુના કૂવા રૂપ આ ભવકૂપની અંદર પડું” ત્યારે સ્ત્રીઓએ કહ્યું કે “હે સ્વામિન્ ! લલિતાંગકુમાર કેશુ હતે? કે જેને આપે ઉપનય (દષ્ટાંત) તરીકે ગ્રહણ કર્યો છે” જબ કુમારે કહ્યું કે સાંભળો–
વસંતપુર નગરમાં “શતપ્રભા” નામે રાજા રાજ્ય કરતો હતું. તેને “રૂપવતી” નામે પટ્ટરાણી હતી. તે ઘણું રૂપવતી, યૌવન આદિ ગુણોથી યુક્ત અને મહારાજાની રાજધાની જેવી અતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org