________________
ઉપદેશમાળા
૧૧૩ એક વનમાં સાથથી વિખૂટે પડી ગયેલ કોઈ એક પુરુષ ભટકે છે. એવે સમયે એક જંગલી હાથી તેને મારવાને માટે સન્મુખ દોડ્યો, એટલે તે નાઠે. હાથી તેની પાછળ લાગે. આગળ ચાલતાં હાથીના ભયથી કૂવાની અંદર રહેલ વડ વૃક્ષની શાખાને આશ્રય લઈને તે કૂવામાં લટકી રહ્યો. કૂવામાં તેની નીચે પહોળા મુખ કરીને રહેલા એવા બે અજગરો છે, અને ચારે પડખે ચાર મેટા સર્પો છે; હાથમાં પકડેલી વડની શાખા ઉપર રસથી ભરેલું એક મધપૂડે છે. બે ઉંદર તે શાખાને કેતરે છે અને મધપુડામાંથી ઉડેલી માખીઓ તેને ડંખ માર્યા કરે છે. એ પ્રમાણેના કષ્ટમાં પડેલ તે મૂઢ માણસ ઘણે લાંબે વખત મધપુડામાંથી મુખમાં ટપકતું મધુબિંદુ મેળવીને તેના સ્વાદથી પિતાને સુખી માને છે. એવે વખતે કોઈ એક વિદ્યાધર ત્યાં આવ્યું. તેણે તેને કહ્યું કે “તું આ વિમાનમાં આવ. હું તને દુઃખમાંથી મુક્ત કરું.’ ત્યારે તે મૂર્ખ માણસે જવાબ આપે કે એક ક્ષણ , હું આ મધુના એક બિંદુને સ્વાદ લઈને આવું છું.' તે સાંભળી વિદ્યાધર, ચાલ્યો ગયે અને તે મૂખ દુખ પામ્યો.”
માટે હે પ્રભવ ! આ વિષયને વિપાક મધુબિંદુના જેવો છે. આને ઉપનય એ છે કે –“આ સંસારરૂપી મેટું જંગલ છે, તેમાં જીવરૂપી વિખૂટો પડી ગયેલ રક છે, જન્મ, જરા ને મરણ રૂપી કૂવે છે, તે વિષયરૂપી જળથી ભરેલું છે. નારકી ગતિ અને તિર્થક ગતિરૂપી બે અજગરે છે, કષાયરૂપી ચાર સર્પે છે, આયુષ્યરૂપી વડની શાખા છે, શુકલ ને કૃષ્ણ પક્ષ રૂપી બે ઉંદરો છે, મૃત્યુ રૂપી હાથી છે, અને વિષયરૂપી મધપુડે છે. તેમાં આસક્ત થઈ આ જીવ રોગ, શેક, વિયોગ આદિ અનેક ઉપદ્રને સહન કરે છે. માટે ધર્મ એ જ મેટું સુખ છે, તેવા સુખને આપનાર ગુરુ તે વિદ્યાધરની જગ્યાએ છે.” આ પ્રમાણે મધુબિંદુનું દષ્ટાંત જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org