________________
ઉપદેશમાળા
૯૩
કાઢી ‘આવું છું” એમ કહી ત્યાં આવેલી હતી. કેટલીક સ્ત્રીઓ તા જમતી જમતી ભેાજનની થાળી છેાડીને જોવા માટે દોડી આવી હતી, કેટલીક સ્ત્રીએ ગાય દાવાને માટે વાછડાને ગાયના આંચળે વળગાડીને આવી હતી, અને કેટલીક સ્ત્રીએ તેા પેાતાના ભર્તારની નજરે ઉચુ મુખ કરીને અમને જોતી હતી, આ પ્રમાણે રાગમાં પરવશ બનેલી કામિનીએ સઘળુ ઘરનુ` કામકાજ છેડી ઈને આવતી હતી. અડે। ! નાદની પરવશતા કેવી છે! કહ્યુ` છે કેસુખિનિ સુખનિદાન, દુઃખિતાના વિનાદ: । શ્રવણુહૃદયહારી, મન્મથસ્યાગ્રદૂતઃ । રણરણકવિધાતા, વલ્લભઃ કામિનીનામ્ । જયતિ જગતિ નાદઃ, પ'ચમશ્રોપવેદ:
નાદ એ સુખી જનાના સુખનુ કારણ છે, દુઃખી માણસાન વિનાદ આપનાર છે, શ્રવણુ અને હૃદયના હરનાર છે, કામદેવના અગ્રેસર દ્ભુત છે, વિધાતાએ રણરણાટ કરાલા છે અને કામિનીઓને વહાલા છે એવા નાદ કે જે પાંચમા ઉપવેદ છે તે જગતમાં જય પામે છે.”
એ પ્રમાણે સઘળી સ્ત્રીએ રાગમાં માહિત થઈ ને તેમની પાછળ ભમ્યા કરે છે. તેથી લેાકેાએ વિચાયુ કે— ચાંડાલકુળમાં ઉત્પન્ન થયેલા આ બન્ને છેાકરાએએ તા સઘળુ નગર મલિન કચુર છે.' પછી તેઓએ રાજા પાસે જઈને અરજ કરી કે – હું દેવ ! આ ચિત્ર સ`ભૂતિ નામના ખને ચાંડાલપુત્રોને ગામમાંથી બહાર કાઢી મૂકવા જોઈએ, કારણ કે તેએએ આખું નગર દૂષિત કર્યુ” છે. જો તેઓ વધારે વખત રહેશે તેા આચારશુદ્ધિ બિલકુલ રહેશે નહિ. રાજાએ તરત જ તેઓને નગરમાંથી કાઢી મૂક્યા.
હવે ચિત્રસ ભૂતિએ મનમાં વિચાર કર્યા કે-‘ દુષ્કુલના દોષથી દુષિત થયેલી આપણી કલાથી શા લાભ છે ?' એ પ્રમાણે વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org