SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮૮ ] વસુદેવ-હિંડી :: પ્રથમ ખંડ ઃ હાથી ઉપર પાછળથી ઘા કર્યો. આથી હાથી રોષથી પાછો વળ્યો. મેં પણ તેને સિંહાવલિ, દંતાવલિ, ગાત્રલીન અને શાર્દુલલંઘન વડે તથા પુછગ્રહણ વડે આમતેમ ભમા. આવી અવસ્થામાં આવેલા હાથીને, તથા શીવ્રતાને લીધે જાણે અનેક રૂપવાળા દેખાતા અને પ્રાસાદ ઉપર રહેલા લેકે શાબાશી આપવા લાગ્યા, “અહા સુપુરુષ! તમે વિપુલ યશ પ્રસાય છે. ” પરિજનો અને સ્ત્રીઓ પ્રેમપૂર્વક બોલવા લાગ્યાં, “ પુરુષવર ! ગજરૂપી યમ સાથે યુદ્ધ કરતા તમારું દેવતાઓ રક્ષણ કરો.” કેટલીક સ્ત્રીઓ તે મારા ઉપર પુષ્પ અને સુંગધી ચૂર્ણોની વૃષ્ટિ કરવા લાગી. મેં પણ હાથીને અનેક રીતે શાન્ત કર્યો, એટલે તે હંસ અને ગાય જેવી મંદગતિવાળે થયે. તેને જીતાએ જાણીને હું જલદીથી કન્યા પાસે ગયા. (પાણીની બહાર) સ્થલ ઉપર લાવવામાં આવેલી પદ્મિની જેવી અને પિતાના યૂથથી છૂટી પડેલી હરિ જેવી તે કન્યાનાં ગાત્રે ભયથી ખંભિત થઈ ગયાં હતાં. હાથી જેમ વનલતાને ઉપાડે તેમ મેં તેને એકદમ ઉપાડી. વિમિત થયેલા નગરજનો જેની પ્રશંસા કરતા હતા એવા મેં તેને ઊંચકી લીધી, અને જેનું દ્વાર ખુલ્યું હતું એવા એક ભવનની અંદર તેને લઈ જઈને બેસાડી, અને કહ્યું, “ડરીશ નહીં, હવે હાથીનો ભય નથી.” જેને ભાન આવ્યું છે અને સતેષથી જેનું મુખ વિકાસ પામ્યું છે એવી તે મારા પગે પડી, અને બોલી. “સ્વામી ! તમારું પ્રિય થાઓ, કે હાથીના મુખમાંથી બચેલા અક્ષત શરીરવાળા તમને જોયા.” પછી તેણે વિચાર કરીને પોતાનું ઉત્તરીય મને આપ્યું, મારું ઉત્તરીય પિતે લીધું અને મને પોતાની વીંટી આપી. પછી તેના પરિજને આવ્યાં અને તેઓ તેને રાજકુલમાં લઈ ગયાં. ગૃહપતિએ (જે મકાનમાં કન્યાને લાવવામાં આવી હતી તેના માલીકે) પ્રાસાદ ઉપરથી ઊતરીને મને આસન આપ્યું, તથા કહ્યું, “સ્વામી! વિશ્રામ કરો.” પાદશૌચ કરીને હું થોડીવાર ત્યાં બેઠો. એટલામાં સફેદ બળદ જોડેલ રથ લઈને મનુષ્યો ત્યાં આવ્યા. તેમના વચનથી હું તે રથમાં બેઠો અને ત્યાંથી નીકળે. “ધરણતલના ચંદ્રરૂપ આ જ તે પુરુષોત્તમ છે” એ પ્રમાણે બલી પ્રશંસા કરતા લોકો મને જોતા હતા. અનુક્રમે ચાલતાં મારા સસરાના મામા કુબેરદત્ત સાર્થવાહના કુબેરભવન જેવા સમૃદ્ધ ભવન આગળ હું પહોંચે. રથમાંથી હું નીચે ઊતર્યો. અર્થપૂજા થયા બાદ અંદર પ્રવેશતાં અંદરના દ્વાર આગળ મૂલ્યવાન વસ્ત્રો અને આભારવાળી, ગૃહદેવતા જેવી રૂપાળી, પાદુકાવાળી, હાથમાં સોનાજડિત દંડવાળી, તથા કૌતુકી જનેને રોકવા માટે ઊભેલી પ્રતિહારીને મેં જોઈ. ભવનમાં ગયે, એટલે સાર્થવાહના પરિજનોએ મને અભિનંદન આપ્યાં. હું સુખપૂર્વક આસન ઉપર બેઠે, એટલે શતપાક તેલ વડે મારાં ગાત્રાને અભંગ કરવામાં આવ્યું અને કુશળ સંવા ૧. હાથીઓને સમાવવાની આ વિવિધ રીતે જણાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy