________________
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
-----
-
--
-
--
સંભક
[ ૨૭૧ ]
લેશનવાળી, સે નયનવડે જેવા લાયક વદન કમળવાળી, કમલના દડા જેવા પધરાવાળી, ધરણિતલ ઉપર રહેલા સુકુમાર, સૂમ અને ઉન્નત નખ તથા ચરણવાળી, હાલતાં કમળનું લાવણ્ય ધારણ કરતા તથા કમળ તળિયાંયુક્ત હાથવાળી, વિશાલ શોણિફલકવાળી, સાંકડા મધ્યભાગવાળી તથા મનહર વાણવાળી હતી. તેના પિતાએ તેને વિપુલ ધન, સાથે પરિચારિકાઓ તથા વિપુલ વૈભવ આપે. પછી હું તે બને રાજપુત્રીઓની સાથે ગંધર્વકુમારની જેમ સુખપૂર્વક રહેવા લાગે.
(૧૦)
પંડ્રા લંભક એક વાર મેં અંશુમાનને કહ્યું, “કુમાર! તારી ઈચ્છા હોય તો આપણે કઈ ન પ્રદેશ જોઈએ.” તેણે કહ્યું, “આર્યપુત્ર! એમ થાઓ. અહીં નજીકમાં લલિત જ વડે સેવાયેલે, ઉપવ, ઉદ્યાન અને કાન વડે સુશોભિત મલય નામે દેશ છે. જે તમારી એવી ઈચ્છા હોય તે ત્યાં આપણે જઈએ. ” પછી પરિવારને ખબર આપ્યા વગર, અમારાં મસ્તક ઢાંકીને આડા માર્ગે અમે નીકળી પડ્યા, અને દૂર જઈને પછી મુખ્ય માર્ગ ઉપર ચડ્યા. પછી મને થાકેલે જાણીને અંશુમાને કહ્યું, “આર્યપુત્ર! શું હું તમને વહન કરું ? અથવા તમે મને વહન કરશે? વિચાર કર્યો કે, “થાકેલે અંશુમાન મને કેવી રીતે વહન કરવાનો હતો?” અથવા એ રાજપુત્ર સુકુમાર છે, મારી પાસે આવેલા તેનું મારે પરિપાલન કરવું જોઈએ, માટે હું જ તેને વહન કરું.પછી મેં કહ્યું, “કુમાર ! મારી ઉપર બેસ. હું તને વહન કરું” એટલે તે હસીને કહેવા લાગ્યા, “આર્યપુત્ર! માર્ગમાં એવી રીતે વહન કરાતું નથી. થાકેલા માણસને માર્ગમાં જે અનુકૂળ કથા કહે તેના વડે તે માણસનું વહન થયું કહેવાય.” મેં કહ્યું, “જે એમ હોય તો એ બાબતમાં તું કુશળ છે, માટે તને રુચે તે પ્રમાણે તું કહે.” તે કહેવા લાગ્યા, “આર્યપુત્ર ! કથા બે પ્રકારની છેચરિતા (સાચી) અને કપિતા. એમાં ચરિતા બે પ્રકારની છે. સ્ત્રીની અથવા પુરુષની. ધર્મ, અર્થ અને કામવિષયક કાર્યોમાં જોયેલ, સાંભળેલ અને અનુભવેલ વસ્તુ તે ચરિત કહેવાય છે. એનાથી ઊલટું, કુશલ પુરુષોએ પહેલાં જેનો ઉપદેશ કરેલ હોય અને જે સ્વમતિથી જેવું હોય તે કપિત કહેવાય છે. પુરુષ અને સ્ત્રીઓને તમે ત્રણ પ્રકારનાં જાણે-ઉત્તમ, મધ્યમ અને નિકૃષ્ટ. તેમનાં ચરિતે પણ એ પ્રમાણે ત્રણ પ્રકારનાં છે.” આમ કહીને પછી તે અદ્દભુત, શૃંગાર અને હાસ્યરસથી ભરપૂર એવાં ચરિત અને કરિપત આખ્યાનક વર્ણવવા લાગ્યું. તેના રસથી હું દૂર સુધી ચાલ્યો. * વીણદત્તને પરિચય
એક સંનિવેશમાં વિશ્રામ કર્યા પછી અંશુમાન મને કહેવા લાગ્યું, “આર્યપુત્ર!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org