SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ નીલયા લંભક [ ૨૦૩ ] હોય તે તેને સ્વીકાર કર.” મેં કહ્યું, “પંડિત સમાન વર્ણ વચ્ચેના સંબંધની પ્રશંસા કરે છે, અસમાન ગોત્રની પ્રશંસા કરતા નથી.” એટલે તે બેલી, “સુર અને અસુરવડે જેમના પાદપદ્મ પૂજાયેલાં છે એવા, વંશના આદિપ્રવર્તક ભગવાન ઋષભદેવ જય પામે છે. તેમના જ ચરણના અનુગ્રહથી જેની વિમલ કીર્તિને ઉદય વધી રહ્યો છે એ અમારે વંશ પણ જય પામે છે.” મેં પૂછયું, “તમારો વંશ કર્યો છે?” એટલે તેણે ઉત્તર આપે, “આદિ જિનના ચરિત્રવર્ણનના અધિકારમાં પૂર્વ પુરુષની પરંપરાથી જે મેં સાંભળ્યું છે તમે સાંભળો” મેં કહ્યું, “કહે.” આથી તે કહેવા લાગી— શ્રીષભદેવનું ચરિત્ર આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં છ કાલભેદે છે. તે કાલભેદ સુષમસુષમા, સુષમા, સુષમદુષમા, દુષમ-સુષમાં, દુષમા અને દુષમ-દુષમા. એમાં બે કટાકેટિ સાગરોપમના પરિમાણવાળો જે ત્રીજે સમો છે તેના છેલ્લા વિભાગમાં–નયનમનોહર, સુગંધી, મૃદુ અને પાંચવર્ણનાં મણિરત્ન વડે વિભૂષિત જેમાં સરોવરનાં તળિયાં છે એવા સમ અને રસ્ય ભૂમિભાગ (જે કાળમાં હતા), મધ, મદિરા, દૂધ અને શેરડીના રસ સરખા નિર્મળ અને પ્રાકૃતિક પાણીથી પરિપૂર્ણ તથા રત્ન અને ઉત્તમ સુવર્ણનાં વિચિત્ર પગથિયાંવાળી વા, પુષ્કરિણીઓ અને દીપિકાએ (જે કાળમાં હતી), મત્તાંગક, ભંગ, ત્રુટિત, દીપશિખા, પતિ , ચિત્રાંગ, ચિત્રરસ, મને હર દમણિ-અંગ, ગૃહાગાર, અને ૧૦આકીર્ણ નામનાં કલ્પવૃક્ષ (જે કાળમાં) અનુક્રમે મધુર મઘ, ભાજન, શ્રવણમધુર શબ્દ, ૪– પ્રકાશ, માળાઓ, સ્વાદિષ્ટ ભેજન, “ભૂષણ, ‘ભવન અને ઈચ્છિત ઉત્તમ ૧૦વસ્ત્રોને મોજશોખ પૂરો પાડતાં હતાં તથા (જે કાળ) સારી મનવૃત્તિ ધરાવતા દેવે અને યુગલિકે વડે સેવાતો હતો એવા તથા ઘણા સમયે જેનું વર્ણન કરી શકાય એવા તે કાળમાં-સાથે ઊછરેલા, સાથે જ ધૂળમાં રમેલા, નિરંતર સ્નેહ વડે સંબદ્ધ, સાથે જ વેપાર કરનારા અને પ્રકૃતિથી ભદ્ર એવા બે વિદેહવાસી સાર્થવાહપુત્રો રહેતા હતા. એમાંને એક કંઈક કપટી હતો. સ્વભાવથી ભદ્ર એવા તે બે જણા કાળધર્મ પામ્યા. તેમાંને એક અર્ધભારતના મધ્યભાગમાં યુગલિક પુરુષ થયો અને બીજે કપટની પ્રધાનતાને કારણે ત્યાં જ ધોળો હાથી થયો. અનુક્રમે બને યુવાવસ્થામાં આવ્યા. અત્યંત સરસ તથા આગળ જેના વિષે કહેવામાં આવ્યું છે એવા નિર્મળ પદ્યસરની પાસે તે બને જણે આવ્યા અને પરસ્પરના દર્શનથી જેમની પ્રીતિ વધી છે એવા તે બન્નેને જાતિ મરણ થયું. પછી હર્ષથી પૂર્ણ હૃદયવાળા તે હાથીએ એ નર-મિથુનને પોતાના સ્કલ્પ ઉપર બેસાડયું. ઉત્તમ સંહનન, આકૃતિ તથા લક્ષણેથી યુક્ત દેહવાળો, નવસો ધનુષ્ય ઊંચે, રાવણ જેવા ચતુર્દત હસ્તીરત્ન ઉપર બેસીને વિચરતે તથા વિસ્મિત મુખવાળા * મૂળમાં ...માળિ સુધી થડે પાઠ અસ્પષ્ટ છે, પણ સ્થાનાંગસૂત્ર (પૃ. ૫૧)ના આ વિષયના પાઠની સહાયથી તેને અર્થ થઈ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy