________________
[ ૬૬ ]
વસુદેવ-હિંડી : : પ્રથમ ખંડ :
નેહના અનુરાગથી સવારે વિમલસેનાએ તમને જોયા ત્યારે “આ તે આ કુરૂપ છે” એમ જાણીને તે વિરાગ પામી, માટે આર્યપુત્ર! જિતશત્રુ રાજાની પુત્રી આ વિમલાને તમારે એવી રીતે અનુનય કરે, જેથી મારી સાથે તે પણ તમારી આજ્ઞાકારી થાય.”
એટલે ધમ્મિલે હાથ જોડીને કહ્યું, “કમલસેન ! મારો મને રથ સફળ થ એ તારા હાથમાં છે. મારી સાથે તેનું મન ગોઠે એવું કંઈક તું કર. હું પણ તેને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીશ.” આ પ્રમાણે વાર્તાલાપ કરતાં રાત વીતી ગઈ.
અનુક્રમે નિર્મળ પ્રભાત થયું. પ્રભાતે તેમણે ગામધણની રજા માગી. શૌચાદિ કૃત્ય કરીને રથ જોડ્યો, અને રથમાં બેસીને આગળ ચાલ્યાં. ગામની સીમ વટાવીને અનેક ભીમ અને અર્જુન(એ નામનાં વૃક્ષો )વડે ગહન, અને હિંસક પશુઓ અને પક્ષીઓવડે સેવિત અને અનેક સરોવરનાં જળથી યુક્ત એવી અટવીમાં તેઓ પ્રવેશ્યાં. તેમાં
ડેક દૂર જતાં માર્ગની નજદીક તેમણે મોટી ફણાવાળા, ચણોઠીના અર્ધભાગ જેવી લાલ આંખવાળા, પવનના ઝપાટા જે સૂસવાટ કરતા અને બને જીભને લપલપાટ કરતા નાગને છે. આ જોઈને કમલસેના અને વિમલસેના ભય પામ્યાં, પણ ધમ્પિલે તેમને આશ્વાસન આપીને સાધુજનની પરંપરાદ્વારા શિખેલી ઉત્સારિણી વિદ્યાવડે તે નાગને માર્ગમાંથી દૂર કરી દીધો.
આગળ ચાલતાં તેમણે મનુષ્ય અને પશુઓના માંસના સ્વાદમાં લુપ, જિદ્વાથી ઓઠ ચાટતા અને મોટું ફાડીને ઊભેલા તીક્ષણ દાઢવાળા વાઘને જે. મૃદુ હૃદયવાળી તે સ્ત્રીઓ ફરી પણ ભય પામી. તેમને ફરી વારે આશ્વાસન આપીને ધમ્મિલે તેને મંત્રપ્રભાવથી દૂર કરી દીધો. આ રીતે વાઘ ચાલ્યા ગયે,
વળી આગળ નજર નાખી તો કાલમેઘની જેમ ગર્જના કરતા, નવા વર્ષાકાળના દિવસની જેમ પુષ્કળ મદજળથી ભૂમિનું સિંચન કરતા, દંતુશળ ઉપર સૂંઢ વળગાડીને ઊભેલા હાથીને પંથ રોકીને ઊભેલ જે. એ હાથીને જોઈને ધમ્બિલે કહ્યું, “સુન્દરિ! જે, થોડીક વાર હું હાથીને ખેલાવું.” એમ કહીને તે રથમાંથી ઊતર્યો. પછી વિમલાનું ચિત્ત હરવાનો પ્રયત્ન કરતાં તેણે એક કપડાનો વીંટલ કરીને હાથીને લલકાર્યો. એટલે તે ચપળ સૂંઢવાળો હાથી વાળ ઊંચા કરીને, દેડીને, પગ અને સૂંઢ જમીન ઉપર પછાડીને મિલને મારવા માટે જોરથી ધ. ધમિલે પિતાનું ઉત્તરીય તેની તરફ ફેંકયું. હાથી તે ઉત્તરીયને મનુષ્ય ધારી તેને ચૂંથવા લાગ્યું. એટલે અત્યંત ચપળતાથી અને શીઘ્રતાથી દંતશળ ઉપર પગ મૂકીને ધમિકલ હાથીની પીઠ ઉપર ચઢી ગયા. રોષે ભરાયેલો તે હાથી ચીસ પાડવા લાગ્યો, દોડવા લાગ્યો, ધુણવા લાગ્યા, પટકાવા લાગ્યો, અને પોતાની સૂંઢથી તેને પકડવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પણ ધમ્મિલ હસ્તીવિદ્યાની પિતાની કુશળતાથી તેને ખેલાવવા લાગ્યા. પોતાના પગ, દંતુશળ અને સુંઢવડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org