________________
ઉઘાત શ્રી જૈન દર્શન રૂપ કલ્પવૃક્ષને ચાર અનુગ રૂપ શા ખાઓ છે. જેમાં દ્રવ્યાનુગ મુખ્ય શાખા છે. આ ગ્રંથ તેને એક અંશ છે. આ ગ્રંથની અવગૂરી વિક્રમ સંવત ૧૫૭ન્ના વર્ષ માં શ્રી પાટણ શહેરમાં શ્રી જિન હંસસૂરિના પરિવારના વિષે શ્રીધવલચંદ્ર નામના ઉપાધ્યાયના શિષ્ય ગજસાર નામના મુનિએ પૂર્ણ કરેલી છે. જેની સુંદર અને શુદ્ધ પ્રત અમારા વાંચવામાં આવતાં માલુમ પડયું કે આ અવસૂરિનું સંસ્કૃત એવું તે સરલ અને રસિક છે કે, આ ગ્રંથનું અધ્યયન કરનારને આનંદ સાથે કંઠાગ્ર કરવાની જીજ્ઞાસા થાય તેવું છે. જેથી તેનું મૂળ તથા અન્ય વરિ સાથે ભાષાંતર કરી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેમાંદરેક ગાથા અને ભેદની વ્યાખ્યા સ્પષ્ટ અને સંક્ષિપ્ત સ્વરૂપમાં બતા વવામાં આવેલ છે.
આવા પઠન પાઠન કરવા માટે અત્યુત્તમ ઉપગી દ્રવ્યાનું એમના ગ્રંથે અમારા તરફથી પ્રસિદ્ધ થતાં શ્રી આત્માનંદ પ્રકાશના ગ્રાહકેને દરવર્ષે ભેટ આપવામાં આવે છે, તે જ મુજબ આ વર્ષના ગ્રાહકોને પણ ભેટ આપવા માટે આ ગ્રંથ પ્રગટ કરવામાં આવેલ છે.
શહેર માંગરોળના વતની અને ધંધા અર્થે હાલમાં મુંબઈમાં વસતા શેઠ મોતીચંદ દેવચંદે પિતાની સ્વર્ગવાસી પત્નિ બાઈ પારવતી બાઈના સ્મરણાર્થે આ ગ્રંથ પ્રસિદ્ધ કરવામાં એક સારી રકમ આ સભાને ભેટ આપેલ છે. તેથી તેમને ખરે ખર ધન્ય વાદ ઘટે છે. કારણ કે પિતાના પ્રિયજનનું જ્ઞાનદાન આપવામાં કે તેને ઉત્તેજન અર્થે જે સ્મારક કરવું તેનાથી બીજું કોઈપણ ઉત્તમ કાર્ય હોઈ શકે નહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org