SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ બારમે. dઅ------- ---- -ó [ કુંડનપુરમાં હંસનું આગમન : હસે કરેલી નળપ્રશંસા ] ત્યારબાદ પક્ષીઓના કુળમાં ભૂષણરૂપ તે હંસ પિતાની બંને પાંખેને સંકે -ચત આકાશમાર્ગથી દમયંતીની નજીકમાં પૃથ્વીપીઠ પર આવી પહે , એટલે મધુર અવાજવાળી તેની પાંખના ફફડાટને સાંભળીને “આ શું?” એમ સંભ્રમથી તેણીએ તેની સામે જોયું ત્યારે અચાનક હંસને જોઈને તેને પકડવાની ઈચ્છાવાળી, તેમજ અવાજ વિનાની ધીમી ગતિથી ચાલતી તેણુ કાણની પૂતળી માફક ક્ષણભરને માટે શેભી ઊઠી. તેણના તેવા મનસૂબાને જાણવા છતાં પણ હંસ ત્યાંથી ન ચાલ્યો ગયો, ત્યાં ન સ્થિર ઊભું રહ્યો તેમજ પકડાયો પણ નહીં. હંસ જે સામાન્ય પક્ષી દમયંતીથી પકડાયો નહિ એટલે તેની સહિયરોએ હાથની તાલી આપવાપૂર્વક તેની હાંસી કરી, એટલે દમયંતી બેલી કે-“હાથતાળી આપીને તમો શા માટે આ હંસને દૂર હાંકી કાઢે છો? જે કઈ સખી આ વિષયમાં અંતરાયભૂત થશે તે મારા રોષનું પાત્ર બનશે.” આ પ્રમાણે સેગન આપવા છતાં પણ સખીવૃંદથી હાંસી કરાતી દમયંતી તેઓની હાંસીને નહીં ગણકારતી છાયાની માફક તે હંસની પાછળ-પાછળ ગઈ. એ પ્રમાણે તેની આગળ-આગળ લાંબા સમય સુધી ચાલતો હંસ તેણીની ગતિના ખલનની હાંસી કરતે હોય તેમ દીપી ઊઠ્યો. પગલે-પગલે પિતે દમયંતીથી પકડાઈ જતો હોય એમ દેખાવ કરતે ને દમયંતીની પકડી લેવાની ઈચ્છાને વધારતો હંસ ચંચળ નેત્રવાળી તેને દૂર સુધી ખેંચી ગયો અર્થાત તેની સખીઓથી તેને વિખૂટી પાડી દીધી. બાદ તેને પરસેવાથી રેબઝેબ થઈ ગયેલી, વિલખી બનેલી તેમજ એકલી જોઈને હંસ કેઈપણ જાતને સંકેચ રાખ્યા વગર દમયંતી પ્રતિ બે-“હે ચતુર રાજકન્યા! મને પકડવાને શા માટે મથ્યા કરે છે ? હે મધા ! આ ગાઢ અરણ્યને જોઈને તને શું ભય ઉપજતો નથી ? અગ્ય સ્થાને વિચરતી તને આ લતાઓ પ્રેમ લાવીને સખીની માફક પિપટના નિદ્વારા તેને રોકી રાખતી હાય-અટકાવતી હોય તેમ જણાય છે તે તું જે, હે ભેળી ! પૃથ્વી પર વસનારાઓને પક્ષીઓ કઈ રીતે પ્રાપ્ત થાય? તું તે હવે યુવતી બની છે, માટે તારી આ બાલ્યાવસ્થાને યોગ્ય ચેષ્ટા ત્યજી દે. હે રાજપુત્રી ! “પુણયલેક” બિરુદધારી નળરાજને હું કીડાહંસ છું. કેઈપણ સ્થળે અમને રાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy