SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ કાન રામનામ ન દશમ સ્કંધ. સર્ગ ૧ લે. [નલરાજાને ઉત્પન્ન થયેલ વૈરાગ્ય અને ચારિત્ર ગ્રહણની ભાવના. ] છે નલ તથા દમયંતી, ચંચળ સ્વભાવવાળા તેમજ ગાઢ સંસારના નિમિત્તભૂત ----કીડાવિલાસોથી પરાગભુખ ન બન્યા. સુંદર સ્વરૂપ, પ્રિય સ્વામીત્વ, સામ્રાજ્ય, રેગ રહિતપણું–આ સર્વ કારણે કામદેવરૂપી અગ્નિને પ્રદીપ્ત કરવામાં કાષ્ઠ સમાન છે. તેવું લાખ વર્ષ કરતાં પણ અધિક સમય પર્યન્ત તેઓ બંને અધિક પ્રકારે નૂતન-નૂતન કામ-કેલિ કરતા હતા. શરીર-કાંતિથી ઇંદ્રને પણ જીતી લેનાર નલના શરીર પ્રત્યેના સાધર્મિક ભાવને કારણે કામદેવ પણ ઉત્તરોત્તર વૃદ્ધિ પામવા લાગ્યો. એકદા રાજસભામાં બેઠેલા નલ રાજાને પ્રતિહારીએ આવીને નિવેદન કરવાથી આવેલા કઈ એક નાટ્યાચાયેલ નાટકના અવસરે રાજાને જણાવ્યું કે –“ રાજન ! આપે પૃથ્વીને વિષે ઘણું નૃત્ય કરનારાઓને જોયા હશે, પરંતુ નૃત્ય કરતાં મારા એક નટને આપ જુઓ. ” આ પ્રમાણે કહીને, જલદી પડદે નાખીને, રંગમંડપને વિષે ગામને ભમતે એ એક ભૂંડ દાખલ થે. વિચિત્ર ઇદ્રિ તથા મનોહર હાવભાવને કારણે શાંત ને રમણીય અવનિ કરતા, હાર તેમજ બાજુબંધથી શોભતા, તેજવી મુકુટવાળા અને ઝૂલતા સુવર્ણ કુંડલવાળા તે ભૂંડને નાચતે જોઈને સકળ સભા આશ્ચર્યમુગ્ધ બની ગઈ. તાલ, માન અને લયવાળા, ઘંટડીઓના મનોહર નાદવાળા ચિત્રવિચિત્ર હાવભાવોથી તે ભૂડે વિચક્ષણ પુરુષના ચિત્તને પણ આકષી લીધા. પ્રસન્ન બનેલા, વિશેષજ્ઞ અને કુશીલવાચાર્યના શિક્ષણની પ્રશંસા કરતાં નલ રાજાએ તે નાટ્યાચાર્યને લાખ સોનામહોરો આપી. તે ગામડી ભૂંડ નૃત્ય કરતો બંધ પડશે ત્યારે પરસેવાથી ભીંજાઈ ગયે એટલે નલ રાજાએ તેના શરીર પર ચંદન, અગરુ અને કર્ષરનું વિલેપન કરાવ્યું. આ પ્રમાણે સુગંધી પદાર્થોથી વિલેપન કરાવા છતાં નલ રાજાના દેખતાં જ તે ભૂંડ નાન કરવાની ખાળમાંથી નીચે પડતા પાણીના મલિન કાદવમાં આળટવા લાગે ત્યારે “ખરેખર, ખેદની વાત છે કે-આ ભૂંડ આ કલાકુશળ હોવા છતાં પણ આવું ખરાબ આચરણ કરી રહ્યો છે.” આ પ્રમાણે કહીને નલ રાજાએ તે ભૂંડને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy