SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ નલ રાજવીને રાજ્યાભિષેક. [ ર૭૫] * જાવડે જેવાતા નલરાજા રાજમાર્ગે આવી પહોંચ્યા. ઊંચા હતરૂપી સ્તંભને ઉછાળતા ભાટચારણેએ બ્રહ્મા સરખા નલરાજાની આનંદપૂર્વક નીચે પ્રમાણે સ્તુતિ કરી. બ્રાહ્મણથી સેવાયેલા! મુક્તાફળ કરતાં પણ વિશેષ દંતકાંતિવાળા ! વિદ્વાન પુરુષોરૂપી માળા(પંક્તિ)ને વિષે જમર સમાન ! શેષનાગ સરખા ! રાવણ હસ્તી સમાન ! ચંદ્ર સરખા મુખવાળા! શત્રુ સૈન્યરૂપી જંગલને દધ કરવામાં દાવાનળ સમાન હે નલ! તમે જય પામો. સૂર્યના તાપને લીધે તપ્ત થવાથી વૃક્ષના મૂળમાંથી ઝરતા જળદ્વારા લંઘન કરાવીને નલરાજારૂપી વૈદ્ય પર્વતની ગુફાઓમાં રહેલા સમસ્ત શત્રુઓના શરીરમાં પ્રગટેલા અભિમાનરૂપી વરને નષ્ટ કર્યો જેમ ભ્રમર કમલિની પ્રત્યે, હસ્તી નર્મદા નદીને વિષે, કામદેવ નારીને વિષે, ચંદ્ર નક્ષત્રપંક્તિને વિષે, રસ કવિતાને વિષે, અર્થ(ધન) મંત્રશક્તિને વિષે પ્રવેશ કરે તેમ હે નલરાજા! તમે તમારી રાજધાનીમાં પ્રવેશ કરો! હે નલ! તારે પ્રવેશ સુખરૂપ થાઓ.” આ પ્રમાણે અનેક ભાટ-ચારણેથી (તુતિપાઠકેથી) વર્ણન કરાતા, રાજમહેલમાં દાખલ થઈને હર્ષ પામેલ તેમજ મદયુક્ત સિંહ સમાન પરાક્રમી નલરાજા સભામંડપમાં સુવર્ણના સિંહાસન પર બિરાજ્યા. તે સમયે પુષ્કળ રત્નો અને સુવર્ણનું ભેગું કરીને હર્ષિત બનેલ સમસ્ત રાજવીઓએ પોતપોતાની યેગ્યતાનુસાર નલરાજાને નમસ્કાર કર્યો, અને નલરાજાએ અનુક્રમે સમસ્ત પ્રજાગણને આનંદિત કરી. ભરતક્ષેત્રના સ્વામી નલરાજાના રાજ્યાભિષેકસમયે વારાંગનાઓ અત્યંત ઉલાસપૂર્વક વિવિધ હાવભાવ દર્શાવવાપૂર્વક નાચી, ગોત્રની વૃદ્ધ વ્યક્તિઓએ અગદ વિગેરે મંગળનું ઉચ્ચારણ કર્યું અને તેના પિતૃઓ તથા દે હષિત બન્યા. છે સર્ગ ચે. [નલનું કલ્યાણક મહોત્સવમાં જવું :: મુનિવરને નલને મેળાપ.] 1 સમસ્ત પૃથ્વી પીઠ પર જેમ સૂર્યનું તેજ સમસ્ત પર્વત પર પ્રસરી જાય તેમ નાના- રૂ સમસ્ત રાજસમૂહ પર નલની અખંડિત આજ્ઞા પ્રવતી. બાદ * પર્વતની ગુફાઓમાં શત્રુ રાજા સંતાઈ ગયા. તેઓના વરને દૂર કરવા માટે બંધન જરૂરી છે, પરંતુ બંધનમાં જળ જોઈએ, તે જળ વૃક્ષો મારફત મેળવ્યું. સૂર્યના તાપથી વૃક્ષો ઉષ્ણુ બને, એટલે જે તેમનાં મૂળીયા પૃથ્વી સાથે સંલગ્ન હોય તે મૂળિયામાંથી પાણી ઝરે અને તે પાણીનાં ટીપાનું શત્રુરાજાઓએ પાન કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005225
Book TitleDamyanti Charitra
Original Sutra AuthorN/A
AuthorManikyadevsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1949
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy