________________
[૯૪]
શ્રી દમયંતી ચરિત્રઃ આંધ ૩ જે. સર્ગ પહેલે.
થિી
પુરાણ, વેદના પરમાર્થ–રહસ્યને જાણનાર ! હે યાચક જનરૂપી ચાતકસમૂહને મનહર સુવર્ણરૂપી જલ અર્પનારા ! વાવ, કૂપ, સરોવર અને ચેત્યથી પૃથ્વીપીઠને ભૂષિત કરનાર ! અત્યંત નિર્મળ પિતાની કીર્તિરાશિથી ચંદ્રને પણ જીતી લેનાર ! બાલવયથી કલિકાલના પ્રભાવ રહિત ! ધર્મ ને કરવામાં તત્પર તેમજ અભ્યદય પામેલ હે નલ ! તમારા માટે નિરંતર સુપ્રભાત છે !
અત્યંત નિર્મળ ! નિષ્કપટી ! નૂતન કમળના પત્ર જેવા ચરણવાળા | સંગ્રામમાં અતિ ચપળ ! સમસ્ત સુભટના મદને હરનાર ! પાણુ યુક્ત મેઘ જેવા ! મેઘ જેવા ગંભીર વનિવાળા ! કામરસમાં અતિ નિપુણ ! ભારતના વંશમાં જન્મેલા અને ભયભીત પ્રાણીઓને શરણભૂત હે નલ ! તમે જય પામે. હે વૈભવને આપનાર ! શત્રુઓને નષ્ટ કરનાર નલ રાજા ! પ્રાત:કાળે સૂર્ય ભગવાન તમને ભમરાઓના સમૂહે ડોલાવેલ કમળ પાંદડાવાળા પ્રફુલ્લ કમળસમૂહદ્વારા શરીરને શોભાવવાપૂર્વક સુખ આપો ! કામક્રીડા કરવાથી થાકી ગયેલા લેકેને સુખ આપનાર, સમગ્ર વૃક્ષોના પુષ્પસમૂહને ખેરવતે, શ્રમજન્ય પરસેવાના બિંદુને દૂર કરતાં આ પ્રાત:કાળને ઠંડો પવન દરેક દિશામાં વહી રહ્યો છે. સુવર્ણમય, દેવોના વાસવાળા આ ઉદયાચલ પર્વતના શિખર પર મનહર અરુણની કિરણબે પડતી જોવાય છે, તો હે રાજન્ ! સૂર્યોદય સમય થયે છે, એટલે નિદ્રાને ત્યાગ કરે.”
આ પ્રમાણે સ્તુતિપાઠકેની વાણી સાંભળીને અનુપમ વૈભવવાળા, કમળ જેવા મુખવાળા અને રાજાઓને વિષે તિલક સમાન નલે શવ્યાને ત્યાગ કરીને જલ્દી પ્રાત:કાર્ય કર્યું. પછી ભક્તિભરપૂર હદયવાળા શ્રેષ્ઠ નલે નૈવેદ્ય, પુ૫, ફલ, ચંદન, ધૂપ, દીપ, જલ અને અક્ષત-આ પ્રમાણે અષ્ટપ્રકારી પૂજા દ્વારા પરમાત્માનું અર્ચન કરીને અત્યંત હર્ષિત બનેલ ચતુરશિરોમણી જલે નીચે પ્રમાણે પરમાત્માની સ્તુતિ કરી.
“ઉપમા ન આપી શકાય તેવા ! શાશ્વત અને નાભિરાજાના પુત્ર હે શ્રી ઋષભદેવ ભગવાન ! જે લેકે વિશ્વની રચના કરનારા અને કમલાસન પર બેઠેલા એવા આપને નમસ્કાર કરે છે, તેઓને કોઈ દિવસ બ્રહ્મા પણ પરાભવ કરી શકતો નથી. હે મહેશ્વર ! હે સર્વજ્ઞ પરમાત્મા શ્રી ઋષભદેવ ! જટારૂપી મુકુટથી સુશોભિત મસ્તકવાળા અને કામદેવના અભિમાનને દળી નાંખનારા તેમજ વૃષભ લાંછનવાળા આપને જે ભવ્ય પ્રાણીઓ હદયને વિષે દાવે છે તેઓ શીધ્ર મુક્તિપદને પ્રાપ્ત કરે છે. હે લક્ષમીના આધારભૂત ! નરકનો નાશ કરનારા, સૌમ્ય સ્વરૂપવાળા ! શ્રીવત્સના લાંછનવાળા ! શાશ્વત ! વિશ્વના સ્વામી ! સુંદર તેજસ્વી કાંતિવાળા ! હે વિભુ! પુરુષને વિષે ઉત્તમ હે જિનેશ્વર ભગવંત! તમને નમસ્કાર કરીને લોકો પોતાને પ્રિય એવી કઈ વસ્તુ મેળવી શક્તા નથી?” આ પ્રમાણે પુરુષેતમ, સુખ કરનાર, ત્રણ જગતના સ્વામી પરમાત્માને પ્રણામ કરીને, સ્વયંવર મંડપમાં જવાની ઇચ્છાવાળા નલે વસ્ત્રાભૂષણ પહેર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org