SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાદ્દગુણ વિવરણ. વિશેષ આરાધન અને ઉત્તરોત્તર આત્મ શુદ્ધિ થવાથી દેશવિરતિ અને સર્વ વિરતિ પ્રાપ્ત થાય છે, અને તેનાથી રવર્ગ અને મોક્ષના સુખને મેળવી શકાય છે. તેથી કોઈ પણ પ્રકારે શિષ્ટાચારની પ્રશંસા કરવા ચુકવું નહીં. વળી કહ્યું છે કે -- “વિડિજિ ગુણ–પુ ગુ મરી આ વિમાનભેર સંસાર, મુધો કુવારાથઃ ” શબ્દાર્થ – ગુણની શ્રેણિને ધારણ કરતા હોય તે પણ બીજાના ગુણની અંદર અદેખાઈ રાખનાર દુઃખથી આકુળ હૃદયવાળો તે મુગ્ધ પુરૂષ સંસારમાંજ નિમન થાય છે.” ભાવાર્થ-ગુણની શ્રેણિને ધારણ કરનાર હોય તે પણ ઈર્ષાને લીધે બીજા ગુણી પુરૂષના ગુણને ઉત્કર્ષ સહન ન થઈ શકવાથી ગુણની અંદર મસર ધારણ કરી તે મુગ્ધ જન સંસારમાં પરિભ્રમણ કરે છે. કારણકે પિતામાં રહેલા ગુણને ગર્વ અને બીજાના ગુણમાં ઈર્ષ થવાથી આત્મગુણની વૃદ્ધિને બદલે હાનિ થતાં આત્મા મલિનતાને પ્રાપ્ત થાય છે, તેથી ભવભ્રમણ કરવું પડે છે. તે આ બે મુનિના દષ્ટાંતથી સિદ્ધ થાય છે. એક ઉપાશ્રયમાં નીચે ઉપર ઊતરેલા બે મુનિઓમાંથી એક તપસ્વી અને બીજા હંમેશાં ભેજન કરનાર હતા. એક વખતે તપસ્વી મુનિ કઈ ગૃહસ્થને ઘેર ભિક્ષાર્થ ગયા, ત્યાં ભિક્ષા આપનાર બાઈ પાસે નિત્ય ભેજન કરનાર મુનિની નિંદા અને પિતાના ગુણની સ્લાઘા કરી ચાલ્યા ગયા. પછી બીજા મુનિ તેજ ગૃહસ્થને ત્યાં ભિક્ષાર્થ આવ્યા. તેમને તે બાઈએ પૂછયું કે “ઉપાશ્રયમાં બીજા મુનિ આવ્યા છે?' તેમણે કહ્યું કે, “હા, એક મહાન તપસ્વી અને ગુણવાન મુનિ પધાર્યા છે. તેમના ગુણ આગળ હારામાં તે લેશ માત્ર પણ ગુણ નથી.” ઈત્યાદિ તેમના ગુણની પ્રશંસા અને આત્મનિંદા કરી તેથી તે બાઈ શંકાશીલ થઈ. કોઈ વખતે કેવળજ્ઞાનીને જોગ મળતાં તે બાઈએ પ્રશ્ન કર્યો કે, તે બે મુનિમાંથી ક્યા મુનિને આત્મા ઉચ્ચ દશામાં વર્તે છે?” કેવળજ્ઞાનીએ ઉત્તર આપ્યો કે, “નિત્ય ભજન કરનાર મુનિનો આત્મા ઉચ્ચ દશાને પ્રાપ્ત થએલે છે, તેથી અલ્પ સમયમાં મેક્ષ સુખ મેળવશે. ” આ ઉદાહરણને વિવેકી પુરૂષે વિચાર કરી ગુણ કે ગુણી ઉપર મત્સર ધારણ કરી આત્માને મલીન કરે નહીં. ગ્રંથ કર્તા આ બીજા ગુણને ઉપસંહાર કરતાં શિષ્ટાચારની પ્રશંસા કરવાને ઉપદેશ દ્વારા આગ્રહ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy