SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રયશિત ગુણવર્ણન ૨૨૩ કથા કરવાથી આજીવિકા ચલાવનાર, રાજાને સેવક અને અનેક શાસ્ત્રને જાણ કાર પારાશર નામને પ્રસિદ્ધિ પામેલો હું કથક છું. દેવતાના આદેશથી જે જે હું કથાનક કહું છું તે તે કથાનક અત્યંત આશ્ચર્યકરવાવાળું અને ખરેખર તેવું જ હોય છે અર્થાત્ સત્યભૂત હોય છે. કેઈએક વખતે રાજાની આજ્ઞાથી રોગગ્રસ્ત થએલા રાજપુત્રના આરોગ્ય માટે મેં મંત્રપચારને પ્રારંભ કર્યો પરંતુ દુષ્ટ કર્મોની ગતિ વિચિત્ર હોવાથી રાજાને પુત્ર ક્ષણવારમાં મરણ પામે તેથી લોકોમાં મહારે અપવાદ થયે. તે સાંભળી આ પુરૂષેજ કુમારને મારી નાંખ્યા છે એમ ધારી કુપિત થએલા રાજાએ મને મારવા માટે સુભટને સોંપી દીધો. આપ કૃપાળુ તે સુભટેથી છોડાવી મને અહિં લાવ્યા છો તે હવે પછી હારૂં જીવિત તમારા સ્વાધીન છે. એ પ્રમાણે બોલી તે મન થતાં રાજાએ ગૈરવપૂર્વક તેના પ્રત્યે કહ્યું કે, તું કેઈએક આશ્ચર્યજનક કથાનક મને કહી સંભળાવ. રાજાને આદેશ થતાં રાજાના આશયને સમજનાર તે પારાશર નામના પુરૂષે સાવધાન થઈ રાજા પાસે યથાર્થ કથાને કહેવા લાગ્યા તે કથા નીચે પ્રમાણે છે– લક્ષ્મીને આધારભૂત ગાંધારદેશમાં વૃદ્ધિ પામતી સંપત્તિથી સ્વર્ગને પણ સેવક બનાવનારૂં ગંધારનામનું નગર હતું. ત્યાં વિરેચન નામને કઈક કુલપુત્ર હત તેને જગતની અંબાના જેવી શંબા નામની ભાર્યા હતી. આપસ આપસના અત્યંત પ્રેમરૂપ સમુદ્રમાં નિમગ્ન થએલા અને રાજસેવાથી પરાધીન વૃત્તિવાળા તે બન્નેને કેટલાએક કાળ વ્યતીત થયો. કેઈ એક વખતે વિરેચનને ચરેએ મારી નાંખે, જેથી તે મનહર નંદિગ્રામમાં દામોદર નામના બ્રાહ્મણના પુત્રપણે ઉત્પન્ન થયે કે એક દિવસે તે દામોદરને જોઈ દેવાનો મહોત્સવ થઈ રહ્યા છે તેવામાં તેના પૂર્વભવની ભાયો શંબા નામની પોતાના પતિનાં હાડકાં ગંગાના પ્રવાહમાં પધરાવી ભજન વિગેરેને માટે પરિભ્રમણ કરતી દેવગથી ત્યાં જ પ્રાપ્ત થઈ. તેણીએ બ્રાહ્મશથી મંગળભૂત બનાવેલા દાદરને જે, દાદરે પણ તેવી જ રીતે તેણીને જોઈ. આ પ્રમાણે પરસ્પર જેવાથી તે બન્નેને પૂર્વભવ સંબંધી અખ્ખલિત પ્રેમ ઉલ્લાસ પામ્યો. તે માટે કહ્યું છે કે यं दृष्ट्रावर्द्धते स्नेहः क्रोधश्च परिहीयते । स विज्ञेयो मनुष्येण एष मे पूर्वबांधवः ॥ १ ॥ શબ્દાર્થ –જેને દેખીને સનેહ વૃદ્ધિ પામે અને ક્રોધ નાશ પામે તે પુરૂષને મનુષ્ય જાણ જઈએ કે એ મહારે પૂર્વભવને સંબંધી છે અગર સ્વજન છે. ૧ વળી ઊહાપોહ કરવાથી અર્થાત્ વિચાર કરવાથી દામોદરને જાતિસ્મૃતિજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy