________________
૨૧૬
શ્રાદ્ધગુણ વિવરણ. વિચાર કરવા લાગ્યો કે-હું પૂર્વે ઉપાર્જન કરેલા પવિત્ર પુણ્યથી ગર્જના કરતા ગજ અને અવની શ્રેણથી વિલાસવાળી રાજ્યસંપથી વૃદ્ધિ પામેલે આ લેકમાં નરપતિ થયે છું, છતાં અત્યંત દુ:ખથી પીડાતા પ્રાણુઓનું રક્ષણ કરવા માટે હારામાં લેશ માત્ર પણ સામર્થ્ય નથી ત્યારે હારી ત્રણ વર્ગની લક્ષ્મી નિષ્ફળ જેવી જ છે. કારણ કે દુઃખથી પીડાતા પ્રાણુઓના દુ:ખને દૂર કર્યા સિવાય માનિ પુરૂષ સામ્રાજ્યના મ્હોટા વિલાસને પણ નકામા ગણે છે. વળી જે રાજા આ દુનીયામાં દુઃખી પ્રાણીઓનું રક્ષણ કરવામાં સમર્થ નથી, તે ખરેખર ચંચા પુરૂષથી પણ હલકાઈને પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે વિચાર કરતાં બીલકુલ ગર્વરહિત થયેલ તે રાજા રાત્રિના સુવાના મકાન પ્રત્યે જેટલામાં સુવા માટે જાય છે તેટલામાં સાવધાન થએલા રાજાએ પિતાની વિશાળ શય્યામાં નિદ્રાવશ થયેલા અને દિવ્ય આકૃતિવાળા એક પુરૂષને જોયે. તેમજ ઉંચા સુવર્ણની અને તિથી વાસભૂમિને પ્રકાશ કરનારી એક ગુટિકા તેના પડખામાં પડેલી રાજાના જોવામાં આવી. તે જોતાં જ આશ્ચર્ય પામેલો અને નિર્મળ હૃદયવાળો રાજા વાસભુવનમાં સુતેલા પુરૂષ પાસેથી તે ગુટિકાને જેટલામાં લેવાની તૈયારી કરે છે તેટલામાં એકદમ જાગી ઉઠેલો તે પુરૂષ સંભ્રમથી ઊંચે આકાશમાં ઉડી તરતજ પાછો પડ્યો અને ભયભીત થએલો ક્ષણવાર ઉભો રહ્યો. તે પછી પ્રાણીઓનું રક્ષણ કરવામાં તત્પર ભરત રાજાએ તે પુરૂષને પૂછ્યું કે-“તું કેણ છે! ક્યાંથી આવ્યું છે? હારું આચરણ આવું કેમ છે?” તેના ઉત્તરમાં તે સાહસિક પુરૂષે જણાવ્યું કે-“હે સ્વામિન્ ? કૃપારૂપ સમુદ્રના મધ્યમાં રહેનાર અર્થાત દયા કરવા લાયક હું અનંગકેતુ નામને પુરૂષ ગુટિકાની સિદ્ધિ થવાથી ઘણું વેગળા આકાશમાર્ગથી શ્રી પર્વત પ્રત્યે જતાં હે રાજન ! બુદ્ધિહીન થયેલા પરંતુ સુંદર હૃદયવાળાએ આ ખાલી સુખશયા જોઈ માર્ગને ખેદ દૂર કરવા માટે આ શયામાં વિશ્રામ લેતાં જેટલામાં હું નિદ્રાવશ થઉં છું તેટલામાં તમારું આગમન થયું. હવે પછી તમારા પ્રસાદથી હું જીવિતદાન મેળવીશ” ત્યાર બાદ નરપતિએ જેને સુખ આપનારી વાણીને ઉચ્ચાર કર્યો કે-“હે મહાભાગ્યશાળી! તું નિશ્ચિત હૃદયવાળા થઈ સુખેથી નિદ્રા લે, જેથી હું હારી પાસે રહે દાણુ કાળ સુધી જીવિતને ધારણ કરનાર એવા તને પવન નાખું” એ પ્રમાણે નરપતિના બલવાથી ખુશી થએલે રાજાના ચરણમાં પ્રણામ કરી તે સિદ્ધ પુરૂષ બે
લ્યો કે-“હે વિશ્વને આધારભૂત ! તું દેવતાઓને પણ નમસ્કાર કરવા લાયક છે તેમજ ઉપકારગુણ સઘળા ગુણેમાં શિરોમણું ગણાય છે તે ઉપકાર હારામાં સીમારૂપે પ્રાપ્ત થઈ ત્રણ જગતની અંદર જાગરૂક થયે છે એવા રાજાઓના અધિપતિ અને મને આયુષ્યપર્યત જીવિતદાન આપનાર હારા ઋણથી આ તૃણ જે મનુષ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org