________________
૧૫
શૈલી બહુજ ઉત્તમ છે, તે સાથે પ્રસંગે પ્રસંગે આવેલા વિવિધ સુભાષિતે કંઠસ્થ કરવા યોગ્ય અને મનન કરવા યોગ્ય છે.
આ ગ્રંથના કર્તા શ્રીજિનમંડનગણી વિક્રમ સંવત પનરમા સૈકામાં વિદ્યમાન હતા. તેઓ શ્રી તપાગચ્છ રૂપી કમળને વિકાશ કરનાર શ્રી જગચંદ્ર સૂરિના પરિવારમાં થયેલા હતા, તેઓ જૈન ધર્મમાં પ્રખ્યાત થયેલા શ્રી સમસુંદર સૂરિના શિષ્ય હતા, મહાત્મા સોમસુંદસૂરિ ભારતવર્ષમાં એક સારા વિદ્વાન અને લેખક ગણાતા હતા. તેઓએ પન્નાપર તથા પ્રત્યાખ્યાન ભાષ્ય ઉપર ટીકા રચેલી છે. તેમજ યોગશાસ્ત્ર, ઉપદેશમાળા, પડાવશ્યક તથા નવતત્વ પ્રમુખ ગ્રંથ પર સુબોધક ટબા રચેલા છે. ગ્રંથકારે આ ગ્રંથની પ્રશસ્તિમાં પોતાની ગુરૂ પરંપરા ક્રમવાર આપી છે.
છેવટે જૈન ગૃહસ્થધર્મના પ્રભાવને પ્રગટ કરનાર અને માર્ગાનુસારીપણુના માહાભ્યને દર્શાવનાર આ શ્રાદ્ધગુણ વિવરણને ગ્રંથ સર્વ સાધમિ બંધુઓના વાંચવામાં આવે અને તેથી કરીને તેમનામાં ગૃહસ્થાવાસની ઉચ્ચતાની, કર્તવ્યનિષ્ઠ ધર્મકાર્યની, સદાચાર તથા સદ્વર્તનના નિર્મળ બોધની અને પરંપરાએ અધ્યાત્મ જ્ઞાનની ભાવનાઓ રિત થઈ આવે તેમજ ગુહાવાસના ઉચ્ચ આશયોનું અને ખરેખર જૈનતત્વનું મહાબલ પ્રગટ થઈ આવે એવા હેતુથી આ મહાન ગ્રંથ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે.
આ શ્રાદ્ધગણ વિવારણ મૂળ ગ્રંથ પણ મુનિરાજશ્રી હંસવિજયજી મહારાજના ઉપદેશાનુસાર આર્થિક સહાય મળવાથી પ્રવર્તકજી મહારાજશ્રી કાતિવિજયજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી ચતુરવિજયજી મહારાજે તેની બીજી પ્રત એકઠી કરી મેળવી, શેધી છેવટે મુફ વગેરે તપાસી આપવામાં જે કૃપા દર્શાવી કે જેને લઈને તે મૂળ ગ્રંથ પણ અમે પ્રસિદ્ધ કરી શક્યા છીએ.
આ ગ્રંથના ભાષાંતરની યોજના ઉત્તમ પ્રકારે કરવામાં આવી છે. મૂળ કર્તાને આશય સમજી શકાય તેમ ન શૈલીને અનુસરી અર્થને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બનતી રીતે સરલતા અને સુગમતા રાખવામાં આવી છે. અમે આશા રાખીએ છીએ કે, પ્રત્યેક જૈન ગૃહસ્થને ઉપયોગી એવો આ ગ્રંથ દરેક જૈન કુટુંબમાં આદરણીય થયા વિના રહેશે નહીં. જે એમ થશે તે કર્તાને, અનુવાદકનો અને પ્રકાશકને શ્રમ સર્વ પ્રકારે સફળ થયેલું ગણાશે.
શહેર ભાવનગરમાં સં. ૧૯૬૪ની સાલમાં આપણી શ્રી જેન વેતાંબર કોન્ફરન્સનું છઠું અધિવેશન કરવામાં આવ્યું તે વખતે આ મહાન પરિષદ્દને તમામ ખર્ચ આ શહેરના અગ્રગશ્ય ગૃહસ્થ વેરા હઠીસંગભાઈ ઝવેરચંદે આપેલ હતો, અને ભારતવર્ષના શ્રીસંધની યથાશક્તિ ભક્તિ કરી હતી. તે માંગલિક કાર્યની ખુશાલીમાં આ સભાને રૂા. ૧૦૦૦) એક હજારની રકમ જ્ઞાનનો ઉદ્ધાર કરવા નિમિત્તે ગ્રંથમાળા (સીરીઝ) માટે ભેટ આપવાની ઈચ્છા જણાવેલી તે મુજબ સભાએ ધારાની રૂઇએ આ ગ્રંથ તેમની સીરીઝના પ્રથમ પુષ્પ તરિકે છપાવી પ્રસિદ્ધ કર્યો છે. આવી રીતે આવા ઉપયોગી ગ્રંથને પ્રસિદ્ધ કરી શાનદ્ધાર કરવાના ઉચ્ચ કાર્યો કરવાને માટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org