________________
૧૩
થિનું સ્વરૂપ એવા ઉત્તમ પ્રકારથી વર્ણવેલું છે કે, જે પ્રત્યેક વાચકને મનન પૂર્વક વાંચવા જેવું છે. ગૃહસ્થના ધરમાં પાધ્યવર્ગમાં કાણુ કાણુ આવેલ છે અને તે તે પ્રત્યે કેવી રીતે વવાનું છે, તે વિષે ગ્રંથકારે સંક્ષેપમાં ઘણું સારૂં સમજાવ્યું છે. અને અતિથિ સત્કાર વિષે પ્રતિષ્ટાનપુરના વિખ્યાત નરપતિ શાલિવાહનના સુબાધક પ્રબંધ આપેલા છે.
વૈભવસ'પન્ન થયેલા ગૃહસ્થને ધેર અનેક યોગ્ય અતિથિએ આવે છે, તેમ નિરાશ્રિતા આશ્રય લેવાને પણ આવે છે, તેમજ તેની સલાહ લેવાને ધણાં યાગ્ય પુરૂષો આવે છે, તેથી મોટાઈના અભિમાનને લઇ તેનામાં મિથ્યાગ્રહ રાખવાના સ્વભાવ પડી જાય છે અને તેને લઈને નિર્ગુણમાં પક્ષપાત કરવાની પ્રવૃત્તિ થઇ આવે છે, તેથી ગ્રંથકારે તે પછી “ મિથ્યાભિનિવેશ ત્યાગ કરવારૂપ ” અને ‰ ગુણમાં પક્ષપાત કરવારૂપ '' વીશમા અને એકવીશમા ગુણુનું સ્વરૂપ દર્શાવ્યું છે. જે ઉપરથી ગૃહસ્થ ધર્મની યોગ્યતાનું યથાર્થ સ્વરૂપ જાણી શકાય છે.
,,
સાંસારિક પ્રવૃત્તિમાં અનેક જાતના કાર્યો થઈ આવે છે, અને તેથી ાઈવાર આકસ્મિક ઉપાધિઓ પણ ઉત્પન્ન થાય છે, તેથી યોગ્ય ગૃહસ્થે નિષિદ્ધ દેશ અને કાળની ચર્ચામાં ઉતરવું ન જોઇએ. અને પોતાનામાં કેટલી શકિત છે, તેના વિચાર કરવો જોઇએ. જો દેશ, કાળ અને શકિતના વિચાર કરવામાં ન આવે તેા પશ્ચાત્તાપ કરવાના પ્રસંગ પ્રાપ્ત થયા વિના રહેતા નથી, તેથી તે વિષે “ દેશ અને અકાળ ચર્ચાના ત્યાગ કરવારૂપ ” અને “ સ્વ તથા પરના બળાબળને જાણવારૂપ ” આવીશ અને ત્રેવીશમા ગુણનુ ખ્યાન આપવામાં આવ્યું છે. તેમાં બળાબળ જાણુવા ઉપર લક્ષણાવતી નગરીના રાજા લક્ષ્મણસૈનના મંત્રી કુમારદેવનું દૃષ્ટાંત આપી ગ્રંથકારે એ ગુણની મહત્તા સારી રીતે પ્રતિપાદન કરી છે,
י
પ્રત્યેક ગૃહસ્થે ત્રત અને જ્ઞાનથી વૃદ્ધ એવા પુરૂષોની સેવા પૂજા કરવી જોઇએ અને પાતાને આશ્રયે રહેલા પોષ્ટ વસ્તુ પોષણ કરવુ જોઇએ. તે સિવાય ગૃહસ્થધર્માંની ઉપયેાગિતા સિદ્ધ થતી નથી. તેને માટે “ વ્રતધારી અને જ્ઞાનવૃદ્ધોની પૂજા કરવા રૂપ અને પેાષ્ય ૧ગતું પાષણ કરવા રૂપ ” ચાવીશ તથા પચ્ચીસમા ગુણાની આવશ્યક્તા દર્શાવી છે અને તે પ્રસ ંગે વ્રતી, વૃદ્ધ અને પેાધ્યજનાના સ્વરૂપનું સ્પષ્ટીકરણ સારી રીતે કરી બતાવ્યું છે.
વિવિધ કર્મોના વિલાસવાળા સંસારી જીવનમાં ગૃહસ્થને ક્ષણે ક્ષણે આગામી અનર્થાંની શંકા રાખવાની છે અને કાર્યોકાર્યાંના વિશેષ જ્ઞાનને મેળવવાનુ છે. તેથી તેને માટે લાંએ કાલે થનાર અનદ્વિકના વિચાર કરવા રૂપ અને વિશેષ જાણવા રૂપ ” છવીશ અને સત્યાવીશમા ગુણોનું સ્વરૂપ દર્શાવેલુ છે. એ ગુણાના માહાત્મ્યને પ્રગટ કરવા ધનશ્રેણી અને મુમુદ્ધિમંત્રીનું રસિક દૃષ્ટાંત આપવામાં આવેલુ છે.
પ્રત્યેક ગૃહસ્થે ખીજાએ કરેલા ઉપકારની કદર કરવી જોઇએ, તેમ ન કરવાથી તે લેાકેામાં કૃતઘ્ન ગણાય છે, તેથી તેની તરફ લાકા માનદિષ્ટથી જોતાં નથી. જે ગૃહસ્થ કૃતન હેાય છે, તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org